રજનીશજીનાં વિચારમોતી…

પ્રેમનાં અનુભવમાં જ પ્રભુ છે.

બીજાની આંખે જોનાર વ્યક્તિ આંધળા કરતાં પણ વધારે આંધળી હોય છે.

વેચનારાઓ તો માત્ર ખરીદનારાઓની માંગણી જ સંતોષે છે.

એક ખરાબ કામમાં સફળ થવા કરતાં સારા કામની નિષ્ફળતા વધુ કીંમતી અને ગૌરવશાળી હોય છે.

જ્યાં મહત્વકાંક્ષાનો અંત આવે છે ત્યાંથી શાંતિનો પ્રારંભ થાય છે.

બચપણથી કોઇ બાળકને ઘોડીને આધારે ચલાવવામાં આવે તો તે લંગડો જ રહે છે, તેમ મનુષ્યને અંધશ્રધ્ધાઓને આધારે ચલાવવામાં આવે તો તે જ્ઞાનહીન રહે છે. (જ્ઞાન પામી શકતો નથી).

વિજ્ઞાને મનુષ્યની માની લેવાની વૃતિ ઉપર પ્રહાર કરીને બહુ જ મોટો ઉપકાર કર્યો છે, આ રીતે તેણે માનસિક સ્વતંત્રતાનો પાયો નાખ્યો છે.

શક્તિ હંમેશા શુભ નથી. એ તો શુભ હાથોમાં જ શુભ બની રહે છે.

આપણે કાંઇક કરી શકીએ એ પહેલા, આપણું અસ્તિત્વ જાગે તે જરૂરી છે.

માણસની અંદર વિષ અને અમૃત બંને છે. શક્તિઓની અરાજકતા જ વિષ છે અને શક્તિઓનો સંયમ, સામંજસ્ય અમૃત છે.

Advertisements

સમરસેટ મોમની નવલકથા: ઓફ હ્યુમન બોન્ડેજમાં ફિલીપની શ્રધ્ધા અને ધર્મ


સમરસેટ મોમએ પોતાનાં જીવન ઉપરથી એક નવલકથા લખી હતી: ‘ઓફ હ્યુમન બોન્ડેજ’. નવલકથામાં આવતું ફિલીપનું પાત્ર લેખક પોતે જ છે. આ નવલકથા એક સમયે સૌરાષ્ટ્ર યુનિ. T.Y.B.Com. Englishનું પાઠ્ય પુસ્તક રહી ચૂકેલ છે. નવલકથામાં લેખક કહે છે…

ફિલીપને હંમેશા એવું ભણાવવામાં આવ્યું હતું કે ઇશ્વરમાં શ્રધ્ધા ન હોય તેવી વ્યક્તિ દૃષ્ટ અને દ્રેષીલી હોય છે અને તેનાં મનમાં હંમેશા એવું ઠસાવવામાં આવતું કે ઇંગ્લેંડનાં દેવળની સભ્ય હોય તેવી વ્યક્તિ માટે જ શાશ્વત સુખની સાચી આશા રહેતી હતી.

ફિલીપ જે કોઇ બાબતમાં શ્રધ્ધા ધરાવતો હતો તેમાંની ભાગ્યે જ કોઇ બાબતમાં વીક્સ શ્રધ્ધા ધરાવતો હતો છતાં તે એક શુધ્ધ ખ્રિસ્તી જીવન જીવી રહ્યો હતો. (ફિલીપનાં મતે) ફિલીપનાં જીવનમાં ભાગ્યે જ કોઇ ભલાઇ/લાભ હોવા છતાં આ અમેરિકન છોકરો તેને મદદરૂપ થવા માટે હંમેશા તૈયાર રહેતો હતો. એકવખત ફિલીપને સખત તાવ-શરદી હતાં ત્યારે વીક્સે તેની માતાની જેમ સેવા કરી હતી. વીક્સમાં કોઇ દુર્ગુણ કે દ્રુષ્ટતા ન હતાં. આથી એ સ્પષ્ટ થતું હતું કે સદગુણી હોવું અને નાસ્તિક હોવું, બંનેનું એકસાથે હોવું શક્ય હતું.

આ મતલબનું ફીલ્ડિંગ નામનાં એક અંગ્રેજી લેખકે પણ કહ્યું છે કે, ‘તમે ધર્મનિષ્ઠ ન હો તો વાંધો નહિ, તમે માણસ તરીકે સારા હો તે બસ છે.’

ચર્ચમાં પાદરી કહેતા: ‘જો તમને શ્રધ્ધા હોય અને જો તમે નિસંશય હોવ તો,… જો તમે આ પર્વતને અહીંથી ખસી જવાનું અને તેને સમુદ્રમાં જઇ પડવાનું કહેશો તો; તેમજ થશે. શ્રધ્ધાપૂર્વક જે કાંઇ તમારી પ્રાથના દરમિયાન માંગશો તે તમને અવશ્ય મળી જશે.’

ફિલીપને તેની પ્રાથના મંજૂર કરવામાં આવશે તેવી સંશય વગરની શ્રધ્ધા હતી. તેણે ઇશ્વરને પ્રાથના કરી કે તે તેનાં પગની ખોડ દૂર કરે. પર્વતને ખસેડવાની સરખામણીએ આ તેની આ માંગણી તો ક્ષુલ્લક હતી. સવારે ઊઠીને જોયું તો ફિલીપ હજુ પણ પગે ખોડંગાતો જ હતો. તેની શ્રધ્ધા તૂટી ગઇ.

ધર્મ જ્યાં સુધી વાસ્તવિકતાથી જોજનો દૂર હશે ત્યાં સુધી ભક્તોની શ્રધ્ધાઓ તૂટતી જ રહેશે, અને બુધ્ધિજીવીઓ તેનાંથી દૂર જ રહેશે.

એક વાંચવા/માણવા લાયક નવલકથા. ફિલીપ જેને ચાહે છે તે મિલ્ડ્રેડ ફિલીપને નથી ચાહતી, ફિલીપને જે ચાહે છે તેને ફિલીપ નથી ચાહતો…. What A Novel…