પુસ્તક પરીચય: તાલિબાન, અફઘાન અને હું – સુષ્મિતા બંદોપાધ્યાય

સુષ્મિત બંદોપાધ્યાય – બંગાળી લેખિકા. લેખિકા એક અફઘાન યુવકનાં પ્રેમમાં પડે છે. લગ્ન કરવાં માટે ઘર છોડે છે અને એ અફઘાન યુવકનાં વતનમાં જીવનનાં સુંદર સ્વપ્નો લઇને અફઘાનિસ્તાન પહોંચી જાય છે.

ઇસાબેલા (ચીલી) નામની લેખિકા એની પુત્રીને એક જગ્યાએ કહે છે: મેં તને જન્મ આપ્યો, નાળ કપાણી અને આપણાં ભાગ્ય અલગ થઇ ગયાં. એમ ભારત છોડીને અહીં આવતા જ એનાં એ જ સ્વપ્નો દુ:સ્વપ્નો બની જાય છે, ભાગ્ય બદલાઇ જાય છે.

અને છતાં,

અહીં, વિદેશી ધરતી ઉપર, માથે મોતનો સતત ભય છે છતાં નારીનાં અધિકારો માટે એ લડે છે. એક પ્રસંગે પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાનાં કુટુંબીઓનો જાન બચાવે છે તો બીજી તરફ…

એક શાદીનો પ્રસંગ પતાવીને એ ઘરે આવે છે ત્યારે પતિનાં ભાઇની પત્ની રડતી હોય છે. એનાં મોં, પીઠ, નાક પર મારનાં નિશાન હોય છે. રસોઇ બનાવતા મોડુ થતાં એનાં પતિ શાહઅલીએ એને ફટકારી હોય છે. લેખિકા લખે છે: હું આ જોઇને મારા રૂમમાંથી નીકળીને સીધી જ શાહઅલીનાં રૂમમાં ગઇ. મને જોતા જ શાહઅલી ગાવાનું બંધ કરીને બોલ્યો, ‘અરે! સાહબકમાલ (લેખિકાનું ત્યાંનું નામ) તું? ક્યારે આવી?’ મેં કડક સ્વરમાં કહ્યું, તારે મતલબ? તું કહે, તે ગુલગુટીને આ રીતે શાં માટે મારી?’ શાહઅલીએ જોરથી કહ્યું, ‘સારૂ કર્યું, માર્યું છે તો. હજુય મારીશ. પુછપરછ કરવાવાળી તું કોણ?’

એની વાત સાંભળીને મારૂ લોહી ઉકળી ઊઠ્યું. ત્યાંથી નીકળીને સીધી જ રસોડામાં ગઇ. રસોઇ માટેનું એક મોટું લાકડું લીધું અને શાહઅલી પાસે આવી. શાહઅલી સમજી ગયો. તે મારી ઉપર ધસ્યો. હું જમીન ઉપર પડી ગઇ, પણ હું એમ કાંઇ દબાઇ જાઉ એવી છોકરીઓમાંની નથી. એ લાકડાંથી હું એને લગાતાર મારતી રહી. ભરી ભરીને પીટ્યો એને. એ પછી ઘરનાં બધા સભ્યો મારી ઉપર તૂટી પડ્યાં. ખૂબ મારી. થાકીને હું મારા રૂમમાં આવી. એ વખતે મારી આંખોમાં પાણી નહિ, આગ હતી.

એક પ્રસંગે તાલીબાનો એને મોતની સજા ફરમાવીને ઘેરી વળ્યા હોય છે. મોતની ઘડીઓ ગણાતી હોય છે ત્યારે જીવ જોખમમાં મૂકીને રાઇફલ ચલાવીને આ મેડિકલ સ્નાતક લેખિકા તાલીબાનોને ભગાડી પણ જાણે છે. પુસ્તકમાં અફઘાનિસ્તાન વિશે લખે છે:

અહીં એવો એકપણ દિવસ નહિં જોયો હોય કે ઓછામાં ઓછા ૨૦ લોકોની હત્યા થઇ ન હોય… આખા ગામમાં શોધવા છતાં એવો કોઇ છોકરો નહીં મળે કે જે સ્કુલમાં ભણતો હોય. એ બાળકોનાં ભવિષ્ય વિશે વિચારતા હું આતંકિત થઇ જાવ છું… અહિં મહિલાઓની માંગણી/સ્વપ્નાઓ ખૂબ મામૂલી છે. એટલી નાઉમ્મીદી મળી છે કે હવે પ્રાપ્તિની કલ્પના પણ નથી થઇ શકતી… આ દેશમાં મનોરંજનનું એકમાત્ર સાધન સહવાસ છે. સહવાસ માટેનું પાત્ર પાસે ન હોય તો જીવન કષ્ટમય બની જાય છે… વગેરે વગેરે…

અફઘાનિસ્તાનની ગઝલ લેખિકા નાદિયા અંજુમને એક ગઝલમાં આવું જ કાંઇક લખ્યું છે: ‘મારામાં કોઇ ઇચ્છા રહી નથી, ગાવા માટે મોઢું ખોલવાની, હું ગાઉ કે ન ગાઉ મારા કિસ્મતમાં નફરત જ છે…. હું એક અફઘાન ઔરત છું, મારે આક્રંદ કરવું જ પડશે.’ આ ૨૫ વર્ષની નાદિયાને એનાં શિક્ષિત પતિએ માર મારીને મારી નાખી, કારણ કે એ ગઝલ લખતી હતી.

‘તાલિબાન, અફઘાન અને હું’ પહેલા પણ લેખિકાએ એ જ અનુભવો ઉપર એક પુસ્તક લખ્યું હતું: ‘કાબુલીવાલાની બંગાળી પત્ની’. હાથમાં આવ્યે એ પણ વાંચવાની ઇચ્છા છે. તમે વાંચશો?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s