સાત સુવિચારો

તૈયારી કરવામાં નિષ્ફળ જવાનો અર્થ એ કે નિષ્ફળ જવા માટેની તૈયારી કરવી. – બેન્જામિન ફ્રેન્કલિન

સિંહ પાસેથી શિખવા જેવી શ્રેષ્ઠ બાબત એ છે કે એ જે પણ કાંઇ કરે છે કે કરવા ઇચ્છે છે તે પુરા દિલથી અને જોરદાર પ્રયાસ સાથે કરે છે. – ચાણક્ય

તમે સાચુ કહી રહ્યાં હો ત્યારે તમારે તે યાદ રાખવાની જરૂર રહેતી નથી. – માર્ક ટ્વેઇન

જિંદગીની એ કઠિણાઇઓ કે જેનાથી તમે દૂર જવાનો પ્રયાસ કરો છો, એ ભૂત બનીને તમારી ઊંઘમાં વિઘ્ન લાવશે. – રવિન્દ્રનાથ ટાગોર

હું જે પણ કોઇ વ્યક્તિને મળુ છું તે વ્યક્તિ કોઇને કોઇ સ્વરૂપમાં મારા કરતા ચડિયાતો છે. – એમર્સન

તમારી પાસે કોઇ ડિગ્રી ન હોવી એ ઘણીવાર ફાયદાકારક બની જાય છે. જો તમે એન્જીનિયર યા ડોકટર હો તો તમે એક જ કામ કરશો, પણ ડિગ્રી નથી ત્યારે તમે ગમે તે કામ કરી શકશો. – શિવ ખેડા

જિંદગીની કરૂણતા એ નથી કે તમે લક્ષ્ય સુધી પહોંચી ના શક્યા. કરૂણતા એ છે કે તમારી પાસે લક્ષ્ય જ ન હતું. – બેન્જામિન મેસ

Advertisements