રશિયન લેખક લિઓ ટોલસ્ટોયનાં કેટલાક વિચારો…

[ જન્મઃ ૨૮-ઓગસ્ટ-૧૮૨૮. ટોલસ્ટોયનાં લગ્ન થયાં (૨૨-૯-૧૮૬૨) ત્યારે તેઓ ૩૪ વર્ષનાં હતાં. મોસ્કોમાં થયેલ તેમનાં લગ્ન વખતે તેમની પત્ની સોફિયાની ઉમર ૧૮ વર્ષની હતી. ૨૬ વર્ષનાં લગ્નજીવનમાં ટોલસ્ટોયને ત્યાં ૧૩ બાળકો થયાં. તેમણે જ્યારે એમની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ‘યુદ્ધ અને શાંતિ’ લખવાની શરૂઆત કરી ત્યારથી પૂર્ણ કરી ત્યાં સુધીમાં એમને ત્યાં ચાર બાળકો થઇ ચૂક્યા હતાં. એમનું મૃત્યુ થયું ત્યારે એમની સ્મશાનયાત્રા ૧ માઇલ લાંબી હતી. જેમાં મુખ્યત્વે વિધ્યાર્થીઓ અને ખેડૂત વર્ગ હતો. ]

કોઇપણ અંતરાયની પરવા કર્યા વગર સ્વીકારેલું કામ પાર પાડવું, અને તે કાર્યને બને તેટલી રીતે ઉતમ રીતે કરવું.

આપણે કેવળ આપણી દ્રષ્ટિએ ભલા હોઇએ તેટલું ચાલે નહિ, પણ લોકોની દ્રષ્ટિએ પણ આપણું ચારિત્ર સારૂ હોવું જોઇએ.

દારૂ, જુગાર, બીડી અથવા અન્ય કોઇપણ વ્યસન મારામાં ઓતપ્રોત થઇ ગયા નથી, પણ કામવિકારને જીતવામાં મારે ઘણાં પ્રયત્નો કરવા પડ્યાં છે. એ વિકાર મનુષ્યની સદવૃતિ માટે ઘાતક છે એ હું જાણતો હતો તો પણ પુષ્કળ વખત હું નિરૂપાય બનતો.

શારીરિક વાસનાનું મુખ્ય જન્મસ્થાન મનુષ્યની કલ્પનાશક્તિમાં છે. તેનો જન્મ કલ્પનામાં થાય છે અને વિકાસ શરીરમાં થાય છે. જેમ જેમ એનું દમન કરવામાં આવે તેમ તેમ તે વધતી જાય છે, એથી જીતવું મુશ્કેલ છે. તેને અટકાવવાનો રસ્તો શારીરિક શ્રમ અને મનને બીજા વિષયમાં ગુંથી રાખવું એ છે.

બાહ્ય આડંબરનો દુર્ગુણ અન્યને લાભદાયી નથી, પણ પોતાને માટે તો અત્યંત નુકશાનકારક છે.

અનિષ્ટ બાબતોને અટકાવવા માટે સરકારનો જન્મ થાય છે, પણ છેવટે ગરીબોને પીલી નાખી શ્રીમંતોની સંખ્યામાં વધારો કરવામાં જ તે પોતાની શક્તિનો ઉપયોગ કરે છે.

ધનનો નાદ છોડીને જ્યારે હું સત્યની શોધ કરવા લાગ્યો ત્યારે મારા પડછાયે કોઇ ઊભુ રહેતું નથી.

વાદવિવાદમાં ન પડતાં પ્રત્યેકે પોતાના પુરતુ જ સત્ય-અસત્ય તપાસી જોવું અને એમ કરતાં વાદનો એકપણ શબ્દ ન ઉદભવે એની કાળજી રાખવી.

મારા જીવનમાં સુધારો કરવો એ મારૂ કર્તવ્ય હતું, પરંતુ મારૂ જીવન સુધારવાને બદલે લોકોનાં જીવન સુધારવાની ગાંડી કલ્પના મારા મગજમાં ઉદભવી. પછી અનુભવનાં અંતે મને સમજાયું કે એમ થવું અશક્ય છે.

માણસની પાસે ઉડાઉ બનવા જેટલો પૈસો જમા થતાં તે શ્રમ કરવાનું મૂકી દઇને એ વધારાનાં પૈસા વડે પૈસા ખેંચવાનાં રસ્તા શોધવા લાગે છે, અને એથી બીજાનાં દુઃખ અને શ્રમમાં વધારો થાય છે.

સ્ત્રીને જ્યાં ખાત્રી થઇ કે પુરૂષ પોતાનો ગુલામ બન્યો છે (પોતાનાં ઉપર લટ્ટ બન્યો છે) એટલે તે પછી પોતાનાં અધિકારનો જોઇએ તેવો દુરૂપયોગ કરે છે. પછી પ્રત્યેક સ્થળે અને વસ્તુ પર તમે તેનાં સામર્થ્યની છાયા પડેલી જોઇ શકશો.

Advertisements

સમસ્યા શું છે ?

કોઇ એક ગામમાં એક જ્ઞાની માણસ તેમનાં કાફલા સાથે પસાર થઇ રહ્યો હતો. લોકો તેમની વાણી સાંભળવા એકઠા થતા હતાં.

એકવખત ખાનગી પેઢીમાં નોકરી કરતો એક યુવક તેમની પાસે આવ્યો અને કહ્યું, “હું અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છું. આર્થિક, શારીરિક સમસ્યાઓ તો છે જ અને ક્યારેક તો ન ધારી હોય તેવી સમસ્યાઓ પણ મારી સમક્ષ હાજર જ હોય છે. મહેરબાની કરીને મને મારી સમસ્યાઓનો ઉપાય જણાવો.”

જ્ઞાની માણસે કહ્યું, ‘હું તારી સમસ્યાઓનો હલ બતાવીશ પણ આવતીકાલે, અને એ પહેલા આજની રાત માટે તારે મારી સાથે રહેલા કેટલાક ઊંટનું ધ્યાન રાખવાનું રહેશે, અને તેમાં પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે જ્યારે બધા જ ઊંટ બેસી જાય પછી જ તારે સૂવાનું છે, એ પહેલા નહિ.’

બીજા દિવસે જ્ઞાની માણસે તે યુવકને તેનો રાતનો અનુભવ પુછ્યો.

પેલા યુવાને કહ્યુ, ‘હું આખી રાત ઊંઘી જ નથી શક્યો. કારણ કે, કેટલાક ઊંટ એમની રીતે જાતે જ બેસી ગયા હતા. કેટલાક મહામુશ્કેલીએ બેસાડી શકાયા હતાં. કેટલાકને સરળતાથી બેસાડી શકાયા તો હતા પણ તે ફરી પાછા ઊભા થઇ જતા હતાં, તો કેટલાકને મહામુશ્કેલીએ બેસાડી દીધા પછી તે બેસી જ રહ્યાં હતાં. એમાં થયુ એવુ કે કોઇનાં કોઇ સમયે કોઇ ઊંટ તો ઊભેલો દેખાતો જ હતો.’

જ્ઞાની માણસે કહ્યું, ‘તારી સમસ્યાઓનો કોઇ હલ તો આમા નથી, પણ એક સમજણ છે. સમસ્યાઓનું પણ આ ઊંટ જેવું જ છે. જીવનમાં અનેક સમસ્યાઓ હોય છે. કેટલીક મહેનત અને પ્રયત્નોથી હલ કરી શકાય છે. કેટલીક મહામુશ્કેલીએ હલ થાય છે. કેટલીક સરળતાથી હલ થઇ તો જાય છે પણ બીજીવાર ઊભી પણ થઇ શકે છે, પરંતુ કોઇપણ સમયે કોઇને કોઇ સમસ્યા તો રહેવાની જ. જીવન છે. જીવન આનંદથી જીવવું છે તો સમસ્યાઓ સાથે જીવતા શીખવું જ પડશે. એ આશા સાથે કે હું પ્રયત્ન કરતો રહીશ તો ક્યારેક ને ક્યારેક તો બધા ઊંટ એકસાથે બેસી જ જશે અને હું આરામથી ઊંઘી શકીશ.’

ગુજરાતી ભાષામાં પણ એક કહેવત છે કે ‘દરેક સમસ્યા એનો ઉકેલ લઇ ને જન્મે છે’.

વિનોબા ભાવેએ આ મતલબનું જ કહ્યું છે કે, ‘પથ્થર ભલે છેલ્લા ઘાથી તૂટે છે, પણ એની પહેલાના ઘા તો નાકામા નથી જ જતા’.

———-

“જ્યારે ભગવાન તમારી સમસ્યા દૂર કરી આપે છે ત્યારે તમને એમની ક્ષમતામાં વિશ્વાસ બેસે છે, પણ જ્યારે એ તમારી સમસ્યા દૂર ન કરે ત્યારે, ખાસ યાદ રાખજો – કે એમને તમારી ક્ષમતા પર વિશ્વાસ છે.” – સ્વામી વિવેકાનંદ

Philosophy of Linux Operating System ‘UBUNTU’

images
દક્ષિણ આફ્રિકાનાં છેવાડાનાં એક કબીલાની આ વાત છે. અતિસમૃદ્ધ એવા યુરોપિયન દેશોમાં કેટલાક લોકો આફ્રિકાનાં આવા સ્થળોની Tour પર જવાનો રસ ધરાવતા હોય છે. આવો જ એક Tourist આ આફ્રિકાનાં આ કબીલાની મુસાફરીએ ગયો હતો. ત્યાંનાં આદિવાસી બાળકોને ભેટ આપવા માટે તે કેટલીક વસ્તુઓ અને વિવિધ ચોકલેટ્સ પણ લઇ ગયો હતો. ત્યાં જઇને તેણે એક આદિવાસી મહિલાને આ બધી વસ્તુઓ ત્યાંનાં બાળકોને આપવા માટે આપી. તે આદિવાસી મહિલાએ બધા બાળકોને બોલાવીને એકઠાં કર્યા અને કહ્યું કે, ‘હું આ દરેક વસ્તુઓ અને ચોકલેટ દૂરનાં એક ઝાડ પાસે રાખુ છું. દરેક બાળક દોડીને તે વસ્તુઓ લેવા આવશે. જે પહેલો પહોંચશે તે તેની મનગમતી સારી વસ્તુ લઇ શકશે. જેને પહોંચતા વાર લાગશે તેને જે મળે તે જ તેને લેવાનું રહેશે.’

પાસે ઊભેલો Tourist તેમની ભાષા સમજી શકતો ન હતો પણ અનુમાનને આધારે શું ચાલી રહ્યું છે તે જોઇ રહ્યો હતો. પેલી મહિલા તરફથી સંકેત મળતા જ બધા બાળકો દોડ્યા, પણ થોડા જ ડગલા આગળ જતાં બધા બાળકો અટકી ગયા. બધા બાળકોએ એકબીજાનાં હાથ પકડીને સાંકળ બનાવી અને જ્યાં વસ્તુઓ અને ચોક્લેટ્સ રાખી હતી ત્યાં એકસાથે ગયા અને એકબીજાનાં સાથ સહકારથી જેને જે જોઇતુ હતું તે તેમજ કેટલાકે તે ગુમાવીને પણ આનંદપૂર્વક વહેંચી લીધું.

આ દ્રશ્ય પેલી મહિલા માટે પણ નવાઇભર્યુ હતું. તેનાં મુખેથી ત્યાંની સ્થાનિક આદિવાસી ભાષામાં શબ્દો નીકળી પડ્યા, “ઉબન્ટૂ, ઉબન્ટૂ”.

પેલા Touristને આ શબ્દો ખૂબ જ ગમી ગયા. તેણે આ શબ્દનો અર્થ જાણવાનો થોડો પ્રયાસ કર્યો. જાણવા મળ્યુ, ‘ઉબન્ટૂનો અર્થ કાંઇક આવો હતો કે, માત્ર આપણાં સુખ/આનંદને જ ના જોવો પણ બીજા સાથે Share કરીને/વહેંચીને સુખ/આનંદ મેળવવો.’ ટૂકમાં કહીએ તો, ‘Being Human’.

પેલા Touristને ગમી ગયેલ એ શબ્દ ‘ઉબન્ટૂ (Ubuntu)’ Linux આધારિત એક Operating Systemનું નામ આપવામાં આવ્યું, કે જે Operating System ‘Ubuntu” ખૂબ જ પ્રસિદ્ધ બની.

દોસ્તો, મને આ જ વાત ખૂબ જ પસંદ પડી. મારી અંગત વાત કહું તો મારો એક પુત્ર કદાચ Medical Fieldમાં જવા માટે પ્રયત્નશીલ છે, હું તેને વારંવાર કહેતો હોઉ છું કે ભાઇ, તું આ Field પસંદ કરતો હો તો ભલે કરે પણ તેમાં તારી પહેલી Priority માનવીય અભિગમની રાખજે, એ પછી બીજુ બધુ અને છેલ્લે Money, અને જો તું તે કરી શકતો ના હો તો એક પિતા તરીકે હું ના ઇચ્છવા છતાં ઇચ્છીશ કે તું આ Medical Fieldમાં કામયાબ ના થા. ‘Ubuntu’ને બાજુ પર રાખીને જો આપણે એમ સમજશું કે વિકાસ કરી લઇશું તો એ આપણા માટે વિકાસ તો હશે પણ ક્યારેક ના ક્યારેક એ વિકાસનો પાયો હલી જ જવાનો. તો દોસ્તો, મારી અપીલ છે કે, આપણે પણ હંમેશા ‘ઉબન્ટૂ’ અભિગમ કેળવીએ.