એકવખત એવું બન્યું કે…

એકવખત એવું બન્યું કે… સાવ નાની ઉમર હતી એ સ્કુલનાં દિવસો દરમિયાન એકવખત હું ચાલીને જતો હતો અને રસ્તામાંથી મને દસ રૂપિયા મળ્યાં. મેં લઇ લીધા. હું રાજી-રાજી થઇ ગયો. એમાંથી નાસ્તો કર્યો. મજા આવી ગઇ. બીજે દિવસે મારે એ જ રસ્તે ચાલીને નીકળવાનું હતું. જ્યાંથી દસ રૂપિયા મળ્યા હતાં ત્યાંથી જ નીકળ્યો, જોયું કદાચ આજે પણ મળી જાય, પણ ન જ હોય ને! ખેર! એ બાળપણનાં દિવસો હતાં. વો પલ બીત ગયા. વો ઉમ્ર બીત ગઇ.

હવે હમણાંની વાત…

થોડા દિવસ પહેલા અહીં રાજકોટની ત્રિકોણબાગ-સેલ પેટ્રોલપંપ સામેની SBIમાં મારા પગારનો ચેક નાખવા ગયો. બહાર રોડ/ફૂટપાથ ઉપર મારૂ બાઇક સ્ટેન્ડ કર્યુ અને SBIમાં ચેક જમા કરાવીને બહાર આવી ગયો. બાઇકનું સ્ટેન્ડ ઉતારતો હતો ત્યાં જ નીચે જોયું તો રૂપિયાની એક થપ્પી પડી હતી. મેં તરત જ લઇ લીઘી. ગણ્યા તો પુરા રૂ. ૪૫૦૦ હતાં. મને મજા આવી ગઇ. મેં તરત જ એ રૂપિયા મારા પર્સમાં રાખી લીધા.

રૂપિયા પર્સમાં રાખતા જ મારી તમામ મજા મારી ગઇ. હવે મારૂ મન વિચારોએ ચડી ગયું. થોડીવાર હું ત્યાં જ ઊભો રહી ગયો. ધડાધડ એક પછી એક વિચારો આવવા માંડ્યા. શું પર્સમાં રાખેલા આ રૂપિયામાં મારો કોઇ જાતનો શ્રમ છે?, કોઇએ ધ્યાન ના રાખ્યું હોય અને રૂપિયા પડી ગયાં હોય તો એ એની બેદરકારી છે. એમાં હું શું કરૂ ? મને મળ્યા એ મારા નશીબ છે. ના, ના. હું પોતે પરફેક્શન રાખુ છું છતાં મારાથી પણ ઘણીવાર ક્યાંક મુકાયેલી વસ્તુ મળતી નથી કે ખોવાય જાય છે. મારા રૂપિયા આ રીતે પડી ગયા હોય તો મારી માનસિક સ્થિતી કેવી હોય ? મારાથી આ રખાય ? આ રાખી લઉ તો એ બે-ચાર દિવસમાં વપરાય પણ જશે પણ પછી જો કોઇ અફસોસ ના હોય તો વાંધો નહિ, પણ દિલમાં ડંખ રહી જશે તો હું શું કરીશ ?

હવે હું સ્વસ્થ થયો. નક્કિ કર્યુ કે જેનાં હોય તેને આપી દેવા. કોઇને પૂછાય એમ પણ ન હતું, કેમ કે જેનાં ના હોય તે પણ કદાચ એના છે એમ કહી બેસે. છેવટે મેં રાહ જોવાનું નક્કિ કર્યુ. એકબાજુ મારે ઓફિસે જવાનું મોડુ થતું હતું. બીજી બાજુ હું રાહ જોતો હતો. હું બેંકમાં ગયો. કદાચ કોઇ મળી જાય. પણ એવું કોઇ દેખાયું નહિ. ફરી બહાર આવી ગયો. ૧૦ મિનિટ, ૨૦ મિનિટ રાહ જોઇ. હવે શું કરવું? ઊંડે એક શ્રદ્ધા હતી કે કોઇ તો આવશે જ. મારે મોડુ થતું હતું. મેં વધારે રાહ જોવાનું નક્કિ કર્યુ.

આશરે પોણી કલાક પછી એક માણસ થોડો વ્યગ્ર ચહેરે બેંકમાં ગયો. મને લાગ્યું કે એ જ હશે. હું તેની પાછળ ગયો. એ બેંકનાં આગલા પરિસરમાં કશુંક શોધતો હોય તેવું લાગ્યું. તે ફરી બહાર આવ્યો. રોડ સામેની ચા ની રેંકડી પર પુછતો હતો એનાં ખોવાયેલા રૂપિયા વિશે. ચા વાળાએ ના કહી. મને ખાત્રી થઇ ગઇ કે આ એ જ માણસ છે જેની મને રાહ છે. હું તેની પાસે ગયો અને પુછ્યું, ‘બોલો ભાઇ, શું પ્રોબ્લેમ છે?’ એમણે કહ્યું, ભાઇ, આટલામાં કદાચ મારા રૂપિયા પડી ગયા છે.

ખાત્રી કરીને મેં એમને એમનાં રૂપિયા પરત કર્યાં. એ અને હું બંને ખુશ થઇને ત્યાંથી નીકળી ગયાં.

મને જે વિચારો આવ્યા એ કદાચ બીજાને પણ આવતા હશે. કોઇ એનાં અંતરાત્માનો અવાજ સાંભળતા હશે, તો કોઇ લાલચવશ એ અવાજ દબાવી દેતા હશે. એથી પતન થાય કે પ્રગતિ કે કાંઇ ન થાય એ પોતપોતાનાં વિચારો પર અવલંબે છે.

હું તો એમ સમજુ છું કે, કોઇ મહેનત કે કારણ વગર ઇશ્વરે મને સારા કાર્યમાં નિમિત બનાવ્યો એ બદલ હું એમનો આભારી છું. સામે પક્ષે મને થોડો રંજ પણ રહી ગયો કે મેં થોડીક ક્ષણો માટે પણ વિચારો શાં માટે કર્યા ? આમા વિચારવાનું તો કાંઇ હોય જ નહિ એવી મારી વૈચારિક પવિત્રતા ક્યારે મેળવી શકીશ ?

આ વાત પર એક શક્યતા… સાંજે મારા ૧૮ વર્ષનાં પુત્રને કહ્યું હોય કે મને આ રીતે રૂપિયા મળ્યા છે. જો આ રહ્યાં એ. લે થોડા તું પણ. મોજ કર. તો એ પણ ખુશ થયો હોય.
આ વાત પરની એક હકીકત. એ દિવસે સાંજે જયારે મેં મારા ૧૮ વર્ષનાં પુત્રને આ વાત કરી ત્યારે મને હતું કે એ કહેશે કે, ‘શું પપ્પા તમે પણ !… પણ તેણે મારી વાત સાંભળતા જ મને કહ્યું, ‘એમાં વિચારવાનું શું હોય? એ તો આપી જ દેવાનાં હોય ને.’ હું ખુબ ખુશ થયો. થયું કે, એ નોટીબોય પણ એની મમ્મી જેવો જ છે.

Quote: માર્ક ઓરેલિયસે કહ્યું છે તેમ માણસે પ્રમાણિક બનવું જ જોઇએ, એને પ્રમાણિક રાખવો ના જોઇએ.

Advertisements

સુખી લગ્નજીવનનું રાઝ…

એક દંપતીએ એમનાં લગ્નની ૨૫મી વર્ષગાંઠ મનાવવાનું નક્કિ કર્યુ ત્યારે એક પત્રકાર એમની મુલાકાત લેવા પહોચ્યો.

એ દંપતી એમનાં શાંતિપૂર્ણ અને સુખમય લગ્નજીવન માટે પ્રસિદ્ધ હતું. એમની વચ્ચે ક્યારેય નામમાત્રનો ઝઘડો/બોલાચાલી પણ થઇ ન હતી. લોકો એમનાં આ સુખમય લગ્નજીવનનું રહસ્ય જાણવા માટે ઉત્સુક હતાં.

પત્રકારનાં પુછવા પર પતિએ જણાવ્યુ એ એમનાં જ શબ્દોમાં…

અમે બંને લગ્ન પછી તૂરત જ હનીમુન મનાવવા સિમલા ગયા. ત્યાં અમે પહેલા દિવસે ખૂબ જ ફર્યા. બીજા દિવસે અમે બંનેએ ઘોડેસવારી કરી. મારો ઘોડો સારો અને શાંત હતો, પણ મારી પત્નીનો ઘોડો થોડો નખરાબાજ હતો. એણે દોડતા-દોડતા અચાનક જ મારી પત્નીને પછાડી દીધી. મારી પત્ની ઊભી થઇ ગઇ અને ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું, ‘આ પહેલી વાર છે’, અને ફરીવાર ઘોડા ઉપર સવાર થઇ ગઇ. થોડે દૂર જતાં ઘોડાએ ફરી તેને પછાડી દીધી. મારી પત્ની ફરીવાર ઊભી થઇ ગઇ અને ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું, ‘આ બીજી વાર છે’, અને ફરીવાર ઘોડા ઉપર સવાર થઇ ગઇ. થોડે દૂર જતાં ઘોડાએ ફરી તેને પછાડી દીધી.

મારી પત્ની ફરીવાર ઊભી થઇ ગઇ અને આ વખતે ઘોડાને કાંઇ જ ન કહ્યું. ચુપચાપ એનું પર્સ ખોલ્યુ, પિસ્તોલ કાઢી અને ઘોડાને ગોળી મારી દીધી. ઘોડો ત્યાં જ મરી ગયો.

મને આ જોઇને ખૂબ જ ગુસ્સો આવ્યો અને હું જોરથી મારી પત્ની ઉપર ચિલ્લાયો, ‘આ તે શું કરી નાખ્યું, પાગલ થઇ ગઇ છો?’

મારી પત્નીએ મારી તરફ પ્રેમથી જોયું અને કહ્યું, ‘આ પહેલી વાર છે’.

અને બસ ત્યાર પછી અમારૂ લગ્નજીવન સુખ અને શાંતિથી ચાલી રહ્યું છે.

Groucho Marx / ગ્રુશો માર્ક્સ નાં મજાકિયા વાક્યો…

ગ્રુશો માર્ક્સ અમેરીકાનો ફિલ્મ અને ટેલિવિઝન શો નો કોમેડિયન સ્ટાર હતો. ઇ.સ. ૧૯૨૦ થી ૧૯૩૦નાં સમયમાં તેને કોમેડિનો સ્ટાર માનવામાં આવતો. ઇ.સ. ૧૯૪૭ થી ૧૯૬૧ માં એમનો Y o u Bet Your L i f e નામનો શો ખૂબજ સફળ રહ્યો હતો. તેમનાં કેટલાક મજાકિયા વાક્યો…

વીતી ચૂકેલી કાલ મૃત્યુ પામી ચૂકી છે, આવનારી કાલ હજી આવી નથી. મારી પાસે આ જ દિવસ છે જેમા હું હંમેશા ખુશ રહીશ.

હું તારા જેવી સ્ત્રી / છોકરીની તલાશમાં હતો. તું નહિ, પણ તારા જેવી.

હું ક્યારેય કોઇ ચહેરો ભૂલતો નથી, પણ તમારા મામલામાં મને એક અપવાદ હોવાની ખુશી થશે.

મારી પાસે તમારા માટે કાંઇ જ નથી, બસ સન્માન છે – અને એ પણ કાંઇ વધારે તો નથી જ.

હોસ્પિટલની બેડ એક ઊભી રખાવેલી ટેક્સીની જેમ હોય છે જેનું મીટર તો ચાલતુ જ રહે છે.

હું એવી કોઇપણ કલબમાં જોડાવાનો ઇન્કાર કરૂ છું જે મને સદસ્ય/મેમ્બર બનાવવા માટે તૈયાર થઇ જાય.

બીજાઓની ભૂલોમાથી શીખો. તમે ક્યારેય એટલું લાંબુ નથી જીવવાના કે બધી ભૂલો તમે પોતે જ કરો.

હજારમાંથી માત્ર એક જ પુરૂષોનો લીડર છે – બાકીનાં ૯૯૯ મહિલાઓનો પીછો કરે છે/મહિલાઓની પાછળ હોય છે.

કોઇપણ માણસ પોતાનાં સૌથી સારા દોસ્તની અસફળતા પર પૂરી રીતે દુઃખી નથી થતો.

જો તમને ખુદને પોતાની ઉપર હંસવુ કઠિન લાગતું હોય તો તમારા માટે એવું કરવામાં મને ખુશી થશે.

બિલ ગેટ્સએ એક સ્કુલમાં ભાષણ દરમિયાન કહેલી ૧૦ વાતો…

લોકોને તમારા સ્વાભિમાનની પરવા નથી હોતી, માટે પહેલા પોતાની જાતને સક્ષમ સાબિત કરીને બતાવો.

જીવન ઉતાર-ચઢાવથી ભરેલુ છે, એની આદત પાડતા શીખો.

કોલેજ પુરી થયા પછી પાંચ આંકડાવાળા પગારનું તૂરત જ ન વિચારો. એક રાતમાં કોઇ વાઇસ પ્રેસિડન્ટ નથી બની જતું. એને માટે અપાર મહેનત કરવી પડે છે.

અત્યારે તમને બધાને તમારા શિક્ષક સખ્ત અને જાલિમ લાગતા હશે, કારણ કે અત્યાર સુધી તમારે જીવનમાં બોસ નામનાં પ્રાણી સાથે પનારો નથી પડ્યો હોતો.

તમારી ભૂલ માત્ર તમારી જ છે, તમારી હાર માત્ર તમારી જ છે. કોઇને દોષ ન દો. ભૂલોમાથી, હારમાંથી શિખો અને આગળ વધો.

તમને જે લાગે છે તેટલા તમારા માતા-પિતા તમારા જન્મ પહેલા નિરસ ન હતાં જેટલા તમને અત્યારે લાગી રહ્યાં છે. તમને ભણાવવામાં, તમારા પાલનમાં એમને પડેલા કષ્ટથી તેમનો સ્વભાવ બદલાઇ ગયો હોય છે.

પુરસ્કારો માત્ર સ્કુલમાં જ મળતા રહે છે, પણ બહારની દુનિયામાં નિયમ અલગ છે. ત્યાં હારવાવાળાને બહુ જ ઓછા મોકા મળે છે.

જીવનની સ્કુલમાં ધોરણ અને વર્ગ નથી હોતા. વેકેશન કે છુટ્ટી નથી મળતી. તમને શિખવા માટે કોઇ સમય પણ નથી આપતું. એ બધુ તમારે ખુદને કરવું પડે છે.

ટેલિવિઝન/સિરીયલોની લાઇફ સાચી નથી હોતી. સાચા જીવનમાં આરામ નહિ, માત્ર કામ અને કામ જ હોય છે.

સતત અભ્યાસ, કામ કે મહેનત કરવાવાળા તમારા મિત્રોને ક્યારેય ના ચિડવો. એક સમય એવો હશે કે એ તમારાથી ઉપર હશે, અથવા તો તમારે તેની નીચે કામ કરવું પડશે.

एक शाम पापा के साथ…

माँ ने एक शाम दिनभर की लम्बी थकान एवं काम के बाद जब डिनर बनाया
तो उन्होंने पापा के सामने एक प्लेट सब्जी और एक जली हुई रोटी परोसी।

मूझे लग रहा था कि इस जली हुई रोटी पर पापा कुछ कहेंगे,
परन्तु पापा ने उस रोटी को आराम से खा लिया ।

हांलांकि मैंने माँ को पापा से उस जली रोटी के लिए “साॅरी” बोलते हुए जरूर सुना था।

और मैं ये कभी नहीं भूल सकता जो पापा ने कहा: “मूझे जली हुई कड़क रोटी बेहद पसंद हैं।”

देर रात को मैने पापा से पुछा, क्या उन्हें सचमुच जली रोटी पसंद हैं?

उन्होंने कहा- “तुम्हारी माँ ने आज दिनभर ढ़ेर सारा काम किया, ओर वो सचमुच बहुत थकी हुई थी।

और वैसे भी एक जली रोटी किसी को ठेस नहीं पहुंचाती परन्तु कठोर-कटू शब्द जरूर पहुंचाते हैं।

तुम्हें पता है बेटा – “जिंदगी भरी पड़ी है, अपूर्ण चीजों से… अपूर्ण लोगों से… कमियों से… दोषों से…

मैं स्वयं सर्वश्रेष्ठ नहीं, साधारण हूँ और शायद ही किसी काम में ठीक हूँ।

मैंने इतने सालों में सीखा है कि-
“एक दूसरे की गलतियों को स्वीकार करना.. नजरंदाज करना.. आपसी संबंधों को सेलिब्रेट करना।”

मित्रों, जिदंगी बहुत छोटी है. उसे हर सुबह-शाम दु:ख, पछतावे, खेद में बर्बाद न करें।

जो लोग तुमसे अच्छा व्यवहार करते हैं, उन्हें प्यार करों
और जो नहीं करते उनके लिए दया सहानुभूति रखो

સુવાક્ય

હીટલરને કોઇએ ત્રાસ આપ્યો નથી કારણ કે એની પાસે પ્રતિકારની એક જ ભાષા હતી.

મહાવીરને કોઇએ શાંતિથી બેસવા દીધા નથી કારણ કે એમની પાસે સહન કરવાની એક જ ભાષા હતી.

છતાં હીટલર દુઃખી હતો, મહાવીર પરમ આનંદિત હતાં. – Ratnasundar Vijayji

રત્નસુંદર વિજયજીનાં વાક્યો.

ઝેરથી જો બધા જ દૂર રહે છે તો એનો અર્થ એટલો જ કે ઝેર ખરાબ છે. આપણાંથી જો બધા જ દૂર રહેતા હોય તો એનો અર્થ એટલો જ થાય કે આપણે ગલત છીએ.

બીજાને સમજવામાં અને સમજાવવામાં આપણે એટલા બધા વ્યસ્ત થઇ ગયા છીએ કે જાતને સુધારવાનું તો આપણે ભૂલી જ ગયા છીએ.

વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ પર્યાપ્ત હોવા છતાં દમનો દર્દી જેમ સતત અકળામણ અનુભવતો હોય છે, તેમ ચારેય બાજુથી પ્રેમ પર્યાપ્ત પ્રમાણમાં મળતો હોવા છતાં અહંકારી સતત અકળામણ જ અનુભવતો હોય છે.

સતત વિવાદોમાં જ રાચનારો અને વિરોધોમાં જ રસ લેનારો, એટલું જ સૂચવે છે કે એની પાસે સર્જનાત્મક કોઇ કાર્ય જ નથી.

લાખોની સંપતિ ગુમાવી બેસનારા હજી પાછા બેઠા થઇ ગયા છે, પણ ઉત્સાહ ગુમાવી બેઠેલા તો ક્યારેય બેઠા થઇ શક્યા નથી.

દુઃખને રવાના કરવાનો વિકલ્પ શક્ય જ ન હોય જ્યારે, ત્યારે દુઃખને સ્વીકારી લેવાનો વિકલ્પ પસંદ કરી લેજો. મનની સ્વસ્થતા જળવાઇ રહેશે.

બટન દબાતાની સાથે જ પંખો ચાલુ થઇ જાય એમાં પંખાની માલિકી ક્યાં? નિમિત મળતા જ આત્મા ક્રોધિત થઇ બની જાય એમાં આત્માની માલિકી ક્યાં?

જે હાથમાં છે એને ભૂલી જવું, જે બીજાની પાસે છે એને સતત યાદ રાખવું. આ માન્યતા જ સુખનાં સમયમાંય માણસને સતત દુઃખમાં રાખે છે.