કેટલાક મજાકિયા વાક્યો…

હંમેશા એક નિરાશાવાદી પાસેથી પૈસા ઉધાર લો. તે પૈસા પાછા મળવાની આશા નહિ રાખે. – ઓસ્કાર વાઇલ્ડ

ટમેટુ એક Fruit/ફળ છે એ જ્ઞાન/બુદ્ધિમતા છે. તેને FruitSaladમાં ના નખાય એ સમજદારી છે. – માઇલ્સ કિંગ્ટન

જો તમને એવું લાગતું હોય કે કોઇને તમારી ચિંતા નથી, તો બસ તમારી કાર લોનનાં કેટલાક હપ્તા ચૂકવવાનું બંધ કરી દો. – ફ્લિપ વિલ્સન

કેટલાક લોકો જ્યા જાય છે ત્યાં ખુશીઓ લાવે છે. કેટલાક લોકો જ્યારે જાય છે ત્યારે ખુશીઓ આવે છે. – ઓસ્કાર વાઇલ્ડ

ઇમાનદારીથી રોજ આઠ કલાક કામ કરવાથી તમે આખરે બોસ બની શકો છો અને પછી રોજ બાર કલાક કામ કરો છો. – રોબર્ટ ફોસ્ટ

જ્યાં સુધીમાં પુરૂષને એ અહેસાસ થાય કે એના પિતા સાચા હતાં, ત્યાં સુધીમાં એને જે એક બેટો હોય છે તે વિચારતો હોય છે કે એ ગલત છે. – ચાર્લસ વર્ડસવર્થ

એવું નથી કે ભગવાન નથી ! રવિવારે પ્લમ્બરને શોધવાનો પ્રયાસ કરો. – વુડી એલન

મારા લગ્ન પહેલા બાળ ઉછેર વિશે મારી પાસે ૬ સિદ્ધાંત  હતાં. અત્યારે મારે ૬ બાળકો છે અને  સિદ્ધાંત એકપણ નથી. – જોન વિલ્મોટ

શોપિંગ મોલમાં માત્ર બ્રેડ લેવા જ જવું અને માત્ર બ્રેડ લઇને જ બહાર આવવાની સંભાવના ૩ બિલિયનમાં ૧ ની છે. – ઇર્મા બોમ્બેક

બંને પત્નીઓ સાથે મારા નશીબ ખરાબ હતાં. પહેલી મને છોડીને ચાલી ગઇ અને બીજી મને છોડીને જતી નથી. – પેટ્રીક મરે

 

Advertisements

સ્ત્રીઓ વિશે કેટલાક મજાકિયા વાક્યો…

એક સફળ પુરૂષ એ છે જે એની પત્નીની ખર્ચ કરવાની ક્ષમતાથી વધારે કમાઇ શકે. એક સફળ સ્ત્રી એ છે જે એવો પુરૂષ શોધી કાઢે.

– લાના ટર્નર (American Film and Television Actress)

સ્ત્રીઓ ક્યારેય એટલી સફળ નથી થઇ શકતી જેટલો કે એક પુરૂષ, કારણ કે તેની પાસે સલાહ દેવા માટે પત્નીઓ નથી હોતી.

– ડિક વાન ડિકે ( American Actor, Comedian, Writer, Singer, Dancer)

તમે ઘણાં આકર્ષક છોકરાઓ સાથે બેવકૂફ છોકરીઓ જોઇ હશે, પરંતુ ક્યારેય પણ આકર્ષક અને સમજદાર છોકરીઓ સાથે બેવકૂફ છોકરો જોવા મળવો મુશ્કેલ છે.

– એરિકા જોંગ (American Novelist, Poet)

અમેરિકનો મોટી કિતાબો અને પતલી સ્ત્રીઓ ને પસંદ કરે છે.

– રસેલ બેકર (American Writer, Investigative Journalist, Pulitzer Prize Winner)

મેં કેટલીક એટલી બધી દુબળી સ્ત્રીઓ સાથે વ્યાયામ કર્યો છે કે બાજ પણ તેની કાર સુધી તેનો પીછો કરતા હતાં.

– એરમા બોમ્બેક (American Humorist, Newspaper Columnist)

ત્રણ ચીજોને વશમાં કરવાનું મુશ્કેલ છે. મહાસાગરો, મૂર્ખો, અને સ્ત્રીઓ. બની શકે કે આપણે થોડા સમયમાં મહાસાગરો અને મૂર્ખો ઉપર જલ્દીથી કાબૂ કરી શકીએ, સ્ત્રીઓમાં લાંબો સમય લાગશે.

– સ્પીરો ટી. એગન્યુ (American Politician)

મેં જોયુ છે કે જ્યારે પુરૂષ સ્ત્રીને પ્રેમ કરે છે, તે પોતાની જીંદગીનો ખૂબ જ નાનો હિસ્સો આપે છે, પણ જ્યારે સ્ત્રી પ્રેમ કરે છે ત્યારે બધુ જ સમર્પણ કરી દે છે.

– ઓસ્કાર વાઈલ્ડ (Irish Novelist, Essayist)

મહિલાઓ પુરુષો કરતા વધારે બુદ્ધિમાન હોય છે, કારણ કે તે જાણે છે ઓછુ અને સમજે છે વધારે.

– જેમ્સ થર્બર (American Cartoonist, Journalist, Author)

મેં જ્યારે મારી પત્નીને કહ્યું કે હું એક મનોચિકિત્સકને મળુ છું, ત્યારે તેણે મને કહ્યું કે એ પણ એક મનોચિકિત્સક, એક પ્લમ્બર અને બે બારટેન્ડરને મળે છે.

– રોડની ડેંજરફિલ્ડ (American stand-up comedian)