મારા વિશે / મારો પરિચય

જુન-૧૯૭૩માં આ જગતનાં કરોડો લોકોમાં એકનો ઉમેરો થયો હતો, એ હું. મારો જન્મ જુનાગઢનાં સમઢિયાળા(ગીર)માં થયેલ. આજે મારો પરિચય આપતી વખતે એમ થાય છે કે આટલાં વર્ષો કેમ પસાર થઇ ગયા તેની ખબર જ નથી પડી. મારા ઉપર પપ્પાનો નાનપણથી જ ગજબનો અને અસહ્ય કડપ (અંકુશ) છતાં પણ મારી નજરે આજે હું ખુશ અને સુખી છું, અને એની પાછળનું કારણ એ નથી કે મારૂ વિશાળ વાંચન છે, કે આર્થિક સક્ષમતા છે, કે નથી એ કારણ કે મારી આજુબાજુનાં લોકો કદાચ સારા છે, પણ એકમાત્ર કારણ એ છે કે હું મારૂ જીવન વિવેકબુધ્ધિથી જીવવામાં માનું છું. એડવર્ડ ગિબન નામનાં વિચારકે પણ કહ્યું જ છે ને કે, ‘દરેક માણસનાં શિક્ષણનો સર્વોતમ અને સૌથી અગત્યનો ભાગ એણે પોતે પોતાની જાતને આપેલું શિક્ષણ છે.’ અને છતાંય મને એ પણ સમજ છે કે કેટલીક વખત આપણાં સુખમાં બાહ્ય પરીબળો પણ અસર કરતાં હોય છે. જો કે ત્યારે પણ વિવેકબુધ્ધિની જરૂર પડતી હોય છે, પણ ઘણીવખત બચી શકાતું હોતું નથી. એમર્સને પણ કહ્યું જ છે ને કે, ‘મનુષ્ય સામાન્ય રીતે ભિખારીની હાલતમાં રહે છે, પણ કોઇવાર તે જાગૃત થાય છે. પોતાની વિવેકબુધ્ધિનો ઉપયોગ કરે છે, અને તેને લાગે છે કે તે સાચો રાજકુમાર છે’.

મારા શોખની વાત કરૂ તો તેમાં પણ મારી કોઇ એકની પસંદગી નથી. વાંચન અને સાહિત્યમાં રૂચી છે પણ કોઇ Special પ્રકાર કે વિષય નહિં. સંગીત ગમે છે. ગુજરાતી ગીતો ગમે છે તો English, Remix અને Pop ગીતો પણ ગમે છે. ફિલ્મોમાં પણ આવું જ અને ખાનપાનમાં પણ આવું જ. રહી વાત આ બધામાંથી આનંદ મેળવવાની તો એમ કહી શકાય કે નાનપણમાં ઉકરડામાંથી અલગ અલગ માચીસો ગોતવા જતો, પતંગો લુટવા જતો, લખોટી અને ગિલ્લીએ રમતો, સાયકલનું પૈડુ ફેરવતો વગેરે વગેરે…

કિશોરવસ્થામાં ભેરૂઓ સાથે નિષ્ફીકર બનીને રખડતો, ગંદી વાતો પણ કરતાં. M.Com. (૬૧%) કરેલ પણ બંને પાર્ટમાં સાહિત્યમાં (અને Artsમાં Boys-Girlsનું અમારૂ Group હોવાથી પણ) રસને કારણે Artsનાં Period જ ભરેલ. અને આ કારણે Artsનાં પ્રોફેસરો મને તે જ Facultyનો Studet સમજતાં. ઉમરનાં એક તબક્કે વર્ષો સુધી રાત્રે 11:00 થી 01:30 વાગ્યા સુધી સતત TV જોતો. Cricket Match પણ લગભગ બધા જોતો. ખુબ આનંદ લીધો. આજે કોઇ આગ્રહ નથી રહ્યો TV જોવાનો કે Match જોવાનો.

Film પણ સંખ્યાબંધ જોઇ છે, ધ્યાનપુર્વક. એક સમયે નોકરી છુટી ગઇ હતી અને બીજી નોકરી હાથમાં ન હતી ત્યારે ત્રણ મહિનામાં 40-42 Film ટોકિઝમાં જોઇ હતી. એ પણ એકલાં જ. આજે Film જોવાનો પણ કોઇ આગ્રહ નથી રહ્યો. મને એવું લાગે છે કે હું આનંદ કે સુખ ક્યારેય સામે ચાલીને ગોતવા નથી ગયો, પણ જ્યારે આનંદ કે સુખે મારી પાસે આવવા માટે મારા દરવાજા ઉપર ટકોરા માર્યા છે ત્યારે પહેલાં જ ટકોરે મેં મારા દરવાજા ખોલીને તેમને આવકાર્યા છે.

મારી કોઇ ખાસ મહત્વાકાંક્ષા નથી. હા, ઇચ્છાઓની થોડી ટૂંકી યાદિ જરૂર છે, ને એ પૂરી કરવા માટે ચાલુ છું – દોડતો નથી. બાકી મહત્વાકાંક્ષા તો એવી બાબત છે ને કે એ માણસને દોડાવી-દોડાવીને થકવી નાખે છે. શેક્સપિયરનાં ‘મેકબેથ’ નાટકમાં મેકબેથ રાજાનો વિશ્વાસુ સેનાપતિ હોય છે. તેનાં હદયમાં મહત્વકાંક્ષાનાં મૂળ હોય છે, જેની ડાકણો તેને જાણ કરે છે અને લેડી મેકબેથ (તેની પત્ની) તેને એ સિધ્ધ કરવાં માટે પ્રેરે છે. તેનાં કેવા ભયંકર પરિણામો? સારપ ધરાવતો મેકબેથ ખૂની-હત્યારો બની જાય છે, ને આખરે તેનું નિશ્ચિત પતન. મહત્વાકાંક્ષી વ્યક્તિથી ઘણીવાર સમાજને પણ લાભો મળતા હોય છે, પણ મોટેભાગે તો ન કરવા જેવા કામો કરવા પડતાં હોય છે, ઇચ્છા વિરૂધ્ધ કરવાં પડે છે, ન બોલવું હોય એ બોલવું પડે છે. જે હોય તે, આ તો વ્યક્તિગત બાબત છે, પણ જો એથી માનસિક સંતાપ રહેતો હોય એનો તો વ્યક્તિએ પોતે જ કમને સ્વીકાર કરવો પડે છે.

એકવખત પડોશી મિત્રની બહેને મને ચુંબન કરેલ. મેં પણ મારૂ પ્રથમ ચુંબન બીજા એક પડોશી મિત્રની બહેનને કરેલ. નોકરીમાં સાથે રહેલી Girl-Friend સાથે Swimming Poolમાં Swimming Clothમાં ન્હાવાનો આનંદ પણ લીધેલ છે. લગ્ન પછીથી આ બધાથી ૧૦૦ ગજનાં નમસ્કાર રાખ્યા છે. એક વિશ્વાસથી જે આપણી સાથે રહેતું હોય તેની જાળવણી આપણી નૈતિક ફરજ છે. તેમાં શબ્દોને સ્થાન ન હોય. અને આમ પણ મારૂ એવું માનવું છે કે, માર્ક ઓરેલિયસે કહ્યું છે તેમ માણસે પ્રમાણિક બનવું જ જોઇએ, એને પ્રમાણિક રાખવો ના જોઇએ.

મને મારી પત્ની ગમે છે, કારણ કે એ મને પ્રેમ કરે છે. વધારામાં એનાંમાં મારા પ્રત્યે માલિકીભાવના (ભાવના તેનું નામ છે) નથી, એ મારી માલિક નથી, આથી હું એનો ગુલામ છું. આ સ્ત્રી માટે આખી દુનિયા પતિ-બાળકો-વડીલોની સારસંભાળ છે, તેની કોઇ મહેચ્છા નથી. એ વાતનો મને રોષ છે. જહોન સ્ટુઅર્ટ નામનાં એક વિધ્વાને કહ્યું છે કે, ‘સ્ત્રીઓમાં દેખાતી બૌધિક કે અન્ય મર્યાદા એ તેની જન્મજાત મર્યાદા નથી પરંતુ સમાજમાં તેનું નિમ્ન સ્થાન છે તેનું પરિણામ છે.’ એ બદલ હું પણ મારી જાતને થોડોઘણો નહિં પણ ઘણોબધો જવાબદાર માનુ છું. ભગવાન નહિં, પણ એ સ્ત્રી (મારી પત્ની) મને માફ કરે.

જર્મન કવિ, વાર્તાકાર, નાટ્યકાર અને ઇ.સ.૧૯૧૦માં નોબલ પુરસ્કાર મેળવનાર સાહિત્યકાર પોલ હેયસેની એક કૃતિમાં એક પાત્ર કહે છે કે, ‘હું સદગુણ કે ક્ષતિથી શરમાતો નથી. સદગુણથી મારી જાતને શણગારવાનું અભિમાન સેવતો નથી અને મારા પાપોને ઢાંકવા ઇચ્છતો નથી.’ કંઇક અંશે મારૂ પણ એવું જ છે. ઘણી જાતનાં રમ, બીયર, વ્હીસ્કી, શરાબ પીધા છે. (ગુજરાતની બહાર) પુરી હોંશમાં રહીને, Limitમાં રહીને. હા, NonVeg કે Eggનો ક્યારેય Taste કરેલ નથી, નથી પસંદ. પણ ગોવા ગયેલ ત્યારે પણજીમાં ત્યાંની Fish Market નિંરાતે જોયેલ અને રાજકોટની પણ (મોચીબજારની) ગંદકીનાં ઘર જેવી અને ઊબાય જવાય તેવી. અનેક જાતની Veg Dish નો સ્વાદ લીધો છે.

આ બધુ છતાં મારા કેટલાક સિધ્ધાંતો અને મારી જ દોરેલી લક્ષ્મણરેખા પણ છે. જેને વળગી રહેવું મને ગમે છે. ખરાબ લોકો કરતાં પણ સારા છતાં અવ્યવસ્થિત લોકો સાથે રહેવું કે સંબંધ રાખવા એ મારી નજરે આપણાં દુખમાં વધારો કરે છે, એવું મારૂ માનવું છે. મારામાં જે નથી તેનો કોઇ અફસોસ નથી અને જે છે તેનું અભિમાન નથી. સંતોષથી મોટુ બીજુ કોઇ ધન નથી. ઝાડ ઉપર સમય આવ્યે જ ફળ આવે છે. બાવળ વાવનારનાં ભાગે મીઠા ફળ નહિં, પણ કાંટા જ આવે છે. આવી બધી સાદી ૧ + ૧ = ૨ જેવી વાતોની મને ખબર છે…

વધુમાં તો ફરી ક્યારેક મળીશું….

રોહિત વણપરીયા @ રાજકોટ

Advertisements

14 thoughts on “મારા વિશે / મારો પરિચય

 1. પ્રમાણિક બાયોગ્રાફી.બહુ સરસ.જીવન આપણી રીતે વિવેક બુદ્ધિ થી જ જીવવું જોઈએ.

 2. Tamara Blogni Paheli var mulakat lidhi Vanchavanu Gamyu ho
  lakhta raho tevi shubheccha

  Bharat Chauhan

 3. ભાઈ શ્રી રોહિતભાઈ,
  ગમ્યું ….ખૂબજ ગમ્યું…….ઘણા જ પ્રમાણિક ……શુભેચ્છાઓ…….
  નિરુપમ અવાશિયા

 4. very nice rohitbhai jindagi visheno nikhalas abhipray gamyo.ane aap no blog khub j gamyo .well done yarr

 5. નિખાલસતા, તારું બીજું નામ રોહિત હોઈશકે છે !

  મજાની વાતો કરવાનાં પગરણ મંડાણાં છે. તમારો દરિયા સાથેનો સંબંધ છેલ્લી પોસ્ટમાં દેખાય છે. દરિયાદીલી એક મોટો ગુણ છે….તમને ફળ્યો જણાય છે….ધન્યવાદ.

 6. wah good biography to your life….and also inspired to others that how to live in all stage of life…on your social biopic biography..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s