ભગતસિંહના જીવનના છેલ્લા 12 કલાક

જે કોઇ કહેતું હોય કે આઝાદી માત્ર અહિંસાથી જ મળી છે તો એ સંપૂર્ણ ખોટી વાત છે. વાંચો એક હકીકત શહીદ ભગતસિંહની…

*ભગતસિંહના જીવનના છેલ્લા 12 કલાક*

23 માર્ચ, 1 9 31 ના રોજ લાહોર સેન્ટ્રલ જેલની શરૂઆત અન્ય કોઇ દિવસની જેમ જ હતી. માત્ર તફાવત એટલો જ હતો કે એ સવારે ત્યાં થોડી આંધી આવી હતી.

એ દિવસે જેલનાં કેદીઓને એક વાત થોડી વિચિત્ર લાગી કે જ્યારે તેમને જેલનો વોર્ડન ચરતસિંહ કહી ગયો કે બધા કેદીઓ એમની ચેમ્બર/કોઠીમાં ચાલ્યા જાય. એમણે કારણ જણાવ્યું ન હતું. પૂછવા પર તેણે માત્ર એટલું જ કહ્યું કે ઓર્ડર ઉપરથી છે. કેદીઓ વિચારતા હતાં કે વાત શું છે. એ વખતે જેલનો વાણંદ બરકત ગણગણતો નીકળ્યો કે આજે રાત્રે ભગતસિંહસુખદેવ અને રાજગુરૂને ફાંસી દેવાની છે.

તે ક્ષણની પ્રશાંતિએ બધા કેદીઓને હલબલાવી નાખ્યા. કેદીઓએ વાણંદ બરકતને પેનકાગળઘડિયાળ જેવી ભગતસિંહ વાપરતા હોય તેવી વસ્તુઓ લાવી આપવાનું કહ્યું જેથી તેઓ તેમના પૌત્રો-પૌત્રીઓને કહી શકે કે એકસમયે તેઓ પણ આઝાદીની લડાઇમાં ભગતસિંહ સાથે જેલમાં બંધ હતાં.

વાણંદ બરકત ભગતસિંહની જેલની રૂમમાં ગયો અને ત્યાંથી તે બધું લઇ આવ્યો. બધા કેદીઓમાં એ મેળવવા માટે હોડ લાગી ગઇ. આખરે એ માટે ડ્રો કરવો પડ્યો.

*લાહોર કાવતરુ કેસ*

હવે બધા કેદીઓ શાંત હતા. તેમની આંખો તેમના જેલરૂમની સામેનાં રસ્તા ઉપર સ્થિર થઇ ગઇ હતી. આ એ રસ્તો હતો જેનાં પરથી ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસી પર લટકાવવા માટે લઇ જવાનાં હતાં.

એ પહેલાં એકવાર જ્યારે ભગતસિંહ અને તેમના સાથીઓને લઇ જવાતા હતા ત્યારે પંજાબ કોંગ્રેસના નેતા ભીમસેન સચ્ચરે ઊંચા અવાજે પૂછ્યું હતું કે “તમે અને તમારા સહકાર્યકરોએ લાહોર ષડયંત્ર કેસમાં બચાવ કેમ કર્યો ન હતો.”

ભગતસિંહે જવાબ આપ્યો હતો કે, “ઇન્ક્લાબીઓને મારવાનું જ હોય છેકારણ કે તેમનું મૃત્યુ તેમની ઝુંબેશને વધુ મજબૂત બનાવે છેતેઓ કોર્ટમાં અપીલ કરતા નથી.”

વોર્ડન ચરતસિંહને ભગતસિંહ પ્રત્યે લાગણી હતી અને તેનાથી જે કાઇ થઇ શકે તે કરી છૂટવા તે તૈયાર હતો. તેને કારણે ભગતસિંહને લાહોરની દ્રારકાદાસ લાઈબ્રેરીમાંથી પુસ્તકો લાવી આપવામાં આવતા હતાં.

*જેલનું સખત જીવન*

ભગતસિંહને પુસ્તક વાંચનનો ખુબ શોખ હતો એમણે એકવાર તેઓ તેમના શાળા સહધ્યાયી જયદેવ કપૂરને લખ્યું હતું કે એ એમનાં માટે કાર્લ લીબનેખનું Militrizm’, લેનીનનું Left Wing Communism અને અપ્ટોન સિંકલેયરની નવલકથા The Spy મોકલે.

ભગતસિંહ જેલની કઠોર જીવનથી ટેવાય ગયા હતાં. તેમની કોઠી 14 ની ફ્લોર પાકી ન હતી. તેના પર ઘાસ ઉગી નીકળ્યું હતું. કોઠીની જગ્યા માત્ર એટલી જ હતી કે તેમાં પાંચ ફૂટ દસ ઇંચનું શરીર મુશ્કેલીથી સુઇ શકે.

ભગતસિંહને ફાંસી દેવાના બે કલાક પહેલાં તેમના વકીલ પ્રાણનાથ મહેતા તેમને મળવા ગયા હતાં. મહેતાએ પાછળથી લખ્યું હતું કે ભગતસિંહ એમની નાનકડી કોઠીમાં પીંજરામાં બંધ સિંહને જેમ ચક્કર લગાવી રહ્યાં હતાં.

તેમણે મહેતાને હસીને પૂછ્યું કે તમે મારા માટે પુસ્તક “Rivolusionary Lenin’ લાવ્યા છો કે નહિ. જ્યારે મહેતાએ તેમને પુસ્તક આપ્યું તેઓ એ રીતે વાંચન કરવા લાગ્યા કે માનો કે તેમની પાસે હવે ઝાઝો સમય ના હોય.

મહેતાએ તેમને પૂછ્યું કે શું તમે દેશને કોઇ સંદેશ આપવા માંગો છોભગતસિંહે  પુસ્તકમાં ધ્યાન રાખીને જણાવ્યું હતું કે “માત્ર બે સંદેશાઓ … સામ્રાજ્યવાદ મુર્દાબાદ અને ઇન્કિલાબ ઝીંદાબાદ”

આ પછી ભગતસિંહે મહેતાને કહ્યું કે તેઓ પંડિત નેહરુ અને સુભાષચંદ્ર બોઝને મારો આભાર સંદેશ પહોચાડી દેકે જેમણે મારા કેસમાં ઊંડો રસ લીધો હતો. ભગતસિંહને મળ્યા પછીમહેતા રાજગુરુને મળવા ગયા.

રાજગુરૂના છેલ્લા શબ્દો હતા, “અમે લોકોને ટૂંક સમયમાં મળીએ છીએ.” સુખદેવે મહેતાને કહ્યું હતું કે તેઓ તેના મૃત્યુ પછી કેરમ બોર્ડ જેલર પાસેથી લઇ લે જે તેમણે થોડા મહિના પહેલાં આપી હતી.

*ત્રણ ક્રાંતિકારી*

મહેતાનાં ગયાનાં થોડા સમય બાદ જેલ અધિકારીઓએ ત્રણેય ક્રાંતિકારીઓને  જણાવ્યુ કે નક્કી કરેલ સમયથી 12 કલાક પહેલા તેમને ફાંસી આપવામાં આવશે. પછીના દિવસે સવારે છ વાગ્યાનાં બદલે તેમને સાંજે સાત વાગ્યે જ ફાંસી આપવામાં આવશે. એ વખતે ભગતસિંહનાં મો માંથી શબ્દ નીકળ્યા કે શું તમે મને આ પુસ્તકનું એક પ્રકરણ પણ પૂરું નહીં કરવા દો?”

ભગતસિંહે જેલનાં મુસ્લિમ સફાઈ કર્મચારી બેબને તેમને ફાંસી આપતા પહેલા સાંજે તેમના ઘરેથી ખોરાક લાવવા વિનંતી કરી હતી.

પરંતુ બેબ ભગતસિંહની ઇચ્છા પૂર્ણ કરી શક્યો ન હતો કારણ કે ભગતસિંહને બાર કલાક પહેલા ફાંસી દેવાની હતી અને બેબને જેલના દ્વારની અંદર પ્રવેશ માટે રોકવામાં આવ્યો હતો.

*ફ્રીડમ ગીત*

થોડા સમય બાદ ત્રણ ક્રાંતિકારીઓને ફાંસીનાં અમલ માટે તેમની કોઠીમાંથી બહાર લાવવામાં આવ્યા. ભગતસિંહરાજગુરુ અને સુખદેવ હાથમાં હાથ રાખીને એમનું પ્રિય આઝાદીનું ગીત ગાવા લાગ્યા. જેનો અર્થ એવો થતો હતો કે, “ક્યારેક એ દિવસ પણ આવશે કે જયારે આપણે આઝાદ હઈશું. એ આપણી જ જમીન હશે, આપણું જ આસમાન હશે”.

એ પછી આ ત્રણેયનું વજન કરવામાં આવ્યું. બધાનું વજન વધી ગયું હતું.

એ બધાને છેલ્લું સ્નાન કરવા માટે કહેવામાં આવ્યું. પછી તેઓને કાળા કપડાં પહેરાવવામાં આવ્યા, પરંતુ તેમના ચહેરા ખુલ્લા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.

વોર્ડન ચરતસિંહે ભગતસિંહને કાનમાં કહ્યું કે એ વાહેગુરૂને યાદ કરી લે.

*ફાંસીનો તખ્તો*

ભગતસિંહે કહ્યું, “આજીવન મે ભગવાનને યાદ નથી કર્યા. ઘણીવાર મે ગરીબી અને દુઃખો માટે ભગવાનને કોસ્યા પણ છે. હવે જો હું માફી માંગું તો કહેવાશે કે હું ડરપોક હતો. એમનો અંત નજીક આવી રહ્યો હતો એટલે તેઓ માફી માંગવા માટે આવ્યા છે.”

છ વાગતા જ કેદીઓને દૂરથી પગલાઓનો અવાજ સંભળાણો. જમીન પર પડતા ભારે બૂટના અવાજ પણ હતા. એક ગીતનો સ્વર સંભળાતો હતો, સરફરોશીની તમન્ના અબ હમારે દિલ મે હૈ.

બધાને જોરશોરથી ‘ઇન્કિલાબ ઝીંદાબાદ’ અને ‘હિન્દુસ્તાન આઝાદ હો’ નાં નારા સંભાળવા લાગ્યા. ફાંસીનો તખ્તો જૂનો હતો ફાંસી દેવાવાળો તંદુરસ્ત હતો. લાહોરની નજીક શાહદારાથી મસીહ જલ્લાદને બોલાવવામાં આવ્યો હતો.

ભગતસિંહ આ ત્રણેય વચ્ચે ઊભા હતા. ભગતસિંહ પોતાની માતાને આપેલ એ વચન પૂરૂ કરવા ઇચ્છતા હતા કે તેઓ ફાંસીનાં તખ્તા ઉપરથી ઇન્કિલાબ ઝીંદાબાદ નાં નારા લગાવે.

*લાહોર સેન્ટ્રલ જેલ*

લાહોર જિલ્લા કોંગ્રેસના સચિવ પીંડીદાસ સોંઘીનું નિવાસસ્થાનલાહોર સેન્ટ્રલ જેલથી નજીક હતું. ભગતસિંહ ઇન્કિલાબ ઝીંદાબાદ એટલા મોટેથી બોલતા હતા કે તેમનો અવાજ સોંઘીના ઘરમાં સંભળાયો હતો.

ભગતસિંહનો ઇન્કિલાબ ઝીંદાબાદ નારો સંભાળીને જેલના બીજા કેદીઓએ પણ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. ત્રણે યુવાન ક્રાંતિકારીઓનાં ગળામાં ફાંસીની દોર મુકવામાં આવી. તેમના હાથ અને પગ બાંધવામાં આવ્યા હતાં. પછી જલ્લાદે પૂછ્યું કે, ‘કોણ પ્રથમ જશે?

સુખદેવ પ્રથમ ફાંસી પર લટકવા માટે સંમત થયા. જલ્લાદે દોરડાને એક પછી એક ખેંચી દીધા અને પગ નીચેનું આવરણ ખસેડીને દૂર કરવામાં આવ્યું. લાંબો સમય સુધી તેમના શરીર લટકતા રહ્યાં.

છેલ્લેતેમને ફાંસીના માંચડેથી ઉતારવામાં આવ્યા અને ત્યાં હાજર ડોકટર લેફ્ટનન્ટ કર્નલ જેજે નેલ્સન અને લેફ્ટનન્ટ કર્નલ એન.એસ. સૉધીએ તેમને મૃત જાહેર કર્યા.

*અંતિમવિધિ*

એક જેલ અધિકારી આ જોઇને એટલો અપસેટ થઇ ગયો કે જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમણે મૃતદેહને ઓળખી બતાવવાનાં છેત્યારે તેમણે આમ કરવાથી ઇનકાર કર્યો હતો. એ અધિકારીને તે જ જગ્યાએ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા. પછી એક જુનિયર અધિકારીએ આ કામ કર્યું હતું.

પ્રથમ યોજના એ હતી કે અંતિમવિધિ જેલની અંદર જ કરવામાં આવશેપરંતુ તે પછી વિચારને પડતો મુકાયો. અધિકારીઓને લાગ્યું કે બહારની ભીડ જેલમાંથી ધુમાડો જોઇને જેલમાં હુમલો કરી શકે છે.

તેથી જેલની પાછળની દિવાલ તોડવામાં આવી. એ જ રસ્તેથી એક ટ્રકને જેલની અંદર લાવવામાં આવ્યો અને તેમાં ખુબ જ અપમાનજનક રીતે એ શબોને એક સામનની જેમ નાખવામાં આવ્યા.

પ્રથમ નક્કી કરવામાં આવ્યું હતું કે તેમની અંતિમયાત્રા રાવિ નદી પર થશેપરંતુ રાવિમાં પાણી ખૂબ જ ઓછું હતુંતેથી સતલજનાં કિનારે શબોને દાહ આપવાનો નિર્ણય લેવાયો.

*લાહોરમાં નોટિસ*

તેમના શરીરને ફિરોઝપુર નજીક સતલજની બાજુમાં લાવવામાં આવ્યું હતું. ત્યારે  રાત્રે 10 વાગી ચુક્યા હતાં. દરમિયાનપોલીસના ડીપી સુપરિન્ટેન્ડેન્ટકુસુર સુદર્શન સિંહે કસૂર ગામમાંથી પૂજારી જગદીશ અચરાજને બોલાવી લાવ્યા હતા.

હજુ શબોને આગ લાગી જ હતી કે લોકોને તે વિશે જાણ થઇ ગઇ. બ્રિટિશ સૈનિકોએ લોકોને તેમના તરફ આવતા જોયા ત્યારેતેઓ ત્યાં જ મૃતદેહો છોડી ગયા અને તેમના વાહનોની તરફ દોડ્યા. આખી રાત ગામના લોકો તે મૃતદેહોની આસપાસ રક્ષણ કરતા રહ્યાં હતા.

બીજા દિવસે જિલ્લા મેજિસ્ટ્રેટે લાહોરના ઘણાં વિસ્તારોમાં નોટિસ ચિપકાવીને જણાવ્યું  કે સતલજ કિનારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની હિન્દુ અને શીખ પરંપરા મુજબ અંતિમક્રિયા કરાયેલ છે.

લોકોએ આ સમાચાર પર સખત પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે તેમની દફનવિધિ તો દૂર હતીતેઓને સંપૂર્ણપણે જલાવ્વામાં પણ આવ્યા ન હતાં. જિલ્લા મેજિસ્ટ્રેટે આ વાતનો ઇન્કાર કર્યો પરંતુ તેનો કોઇએ વિશ્વાસ ન કર્યો.

*ભગતસિંહનો પરિવાર*

આ ત્રણેય શહીદોનાં સન્માનમાં ત્રણ માઇલ લાંબી શોકયાત્રા નીકળી. પુરૂષોએ વિરોધમાં તેમના હાથ પર કાળી પટ્ટી અને મહિલાઓએ કાળી સાડીઓ પહેરી હતી.

લગભગ તમામ લોકોના હાથમાં કાળા ધ્વજો હતા.

સમગ્ર ભીડમાં એ સમયે સન્નાટો છવાય ગયોજ્યારે જાહેરાત કરવામાં આવી કે ભગતસિંહનો પરિવાર શહીદોના શરીરનાં બચેલા અવશેષો સાથે ફરીજપુરથી ત્યાં પહોંચી ગયો છે.

જયારે ત્રણ શબપેટીઓ સાથે શહીદોના શરીર ત્યાં પહોંચ્યા ત્યારે ભીડ ભાવુક બની ગઇ અને લોકો તેમના આંસુ બંધ કરી શક્યા નહીં.

બીજીબાજુ વોર્ડન ચરતસિંહ પોતાના રૂમમાં આવ્યા અને ખુબજ રડ્યા. આ વોર્ડને એમની 30-વર્ષીય કારકિર્દીમાં સેંકડો ફાંસી જોઇ હતીપરંતુ ભગતસિંહ અને તેના બે સાથીઓ જે હિંમતથી ફાંસી પર ચડ્યા હતાં એવું એમણે ક્યારેય જોયું ન હતું.

એ વખતે કોઈપણ વ્યક્તિને ખાતરી ન હતી કે 16 વર્ષ પછી તેઓની શહાદત  ભારતમાં બ્રિટીશ સામ્રાજ્યના અંત માટે એક કારણ સાબિત થશે અને બધા બ્રિટીશ સૈનિકો ભારતમાંથી હંમેશાં જતા રહેશે.

Advertisements

એક અજનબી સે એક મુલાકાત

થોડા દિવસ પહેલા હું અહી રાજકોટનો એક ઔદ્યોગિક વિસ્તાર મેટોડામાં કોઇ કામસર જઇ રહ્યો હતો. ત્યાજ એક વ્યક્તિએ મને જોરથી અવાજ કરીને બોલાવ્યો. નામ લીધું ના હતું પણ મને લાગ્યું કે કોઇએ કદાચ મને જ બોલાવ્યો છે એટલે મેં એ દિશામાં જોયું તો એક ભાઇનાં ઇશારાથી લાગ્યું કે એ મને જ બોલાવી રહ્યા છે. હું એમને ઓળખ્યો નહિ પણ એની પાસે ગયો તો એ ભાઇ જાણે નજીકની ઓળખાણ હોય એમ મારી સાથે વર્તી રહ્યા હતા. મેં એમને કહ્યું કે, ભાઇ, હું તમને ઓળખાતો નથી. તો એ બોલ્યા કે આવો મારી સાથે અને તમારૂ બાઈક અહી મૂકી દો. મારી ફેક્ટરીએ જઇને હું તમને મારી ઓળખાણ આપું.

અને હું એમની વૈભવી ફોરવ્હીલમાં આગળ એમની સાથે બેસી ગયો.

ફેકટરીમા પુરજોશમાં કામ ચાલી રહ્યું હતું. આ ભાઇ એ ફેક્ટરીનાં માલિક હતા. અમે બંને એમની ચેમ્બરમાં દાખલ થયા. મારા મનમાં હજી પ્રશ્ન હતો કે આ ભાઇ છે કોણ ? ત્યાં જ બેસતા જ એમને કહ્યું કે હું આ વ્યક્તિ છું. એમણે ઓળખાણ આપતા જ મારા દિમાગની બતી ઝબકી અને મને યાદ આવી ગયું. દસેક મહિના પહેલા એ ભાઇ સાથે મારે દસ-પંદર મીનીટની મુલાકાત થઇ હતી.

હવે જોઈએ એ દસેક મહિના પહેલાનો એમની સાથે સંકળાયેલો બનાવ.

મારા ઘર પાસેનાં ચોકમાં એક સોડાશોપ છે. સાંજે પાંચેક વાગ્યે હું ત્યાં હાથમાં ગ્લાસ લઈને નિરાતે સોડા પીતો હતો. ત્યાં જ સામેનાં રોડ ઉપર એક ૧૫ વર્ષનાં છોકરાનું એક્ટીવા અને બે યુવાન છોકરાની બાઈક સામસામે જોરદાર અથડાઇ. બંને વાહનોને નુકશાન થયું હતું પણ કોઈને કાઇ લાગ્યું ના હતું. પેલા બે જુવાન છોકરામાંથી એક છોકરાએ પેલા ૧૫ વર્ષનાં છોકરાને જોરથી એક ફડાકો મારી દીધો. છોકરો તરત જ રોવા લાગ્યો. બીજા છોકરાએ પાછો એક ફડાકો મારી દીધો. એ છોકરો હેબતાઇ ગયો.

હું તરત જ એ ત્રણેની પાસે ગયો. પેલા બેને કહ્યું, ભાઇ ઊભા રહો, શાંત થાઓ. બોલો શું પ્રોબ્લેમ છે ?

તો એ બંને કહે કે, આ બાઈકની નુકશાની કોણ એનો બાપ ભરશે ?  મેં થોડાક કડક અવાજે કહ્યું, શાંતિ રાખો અને થોડીવાર ઊભા રહો. પછી એ છોકરાને કહ્યું કે તારા પપ્પાનો નંબર આપ. એ છોકરો એટલો હેબતાઈ ગયો હતો કે એની પાસે પણ મોબાઇલ તો હતો પણ એ કાઢતો ના હતો કારણ કે પેલા બંનેએ એના એક્ટીવાની ચાવી પહેલેથી લઇ લીધી હતી. એ હજી પણ રડતો જ હતો.

મેં મારા મોબાઇલમાંથી એના ઘરે ફોન લગાડયો તો ફોન એના દાદાએ ઉપાડયો. મેં એને પરિસ્થિતિ જણાવી. એમણે મને કહ્યું કે હું હમણાં જ આવું છું અને પ્લીઝ તમે ત્યાં જ રહેજો. જેથી હું તમે ચોક્કસ કઇ જગ્યાએ ઊભા છો એ જાણવા ફરી ફોન કરી શકું. પાંચ જ મિનીટમાં એમનો ફરી ફોન આવ્યો. મેં એમને ફરીવાર જગ્યા જણાવી. અને તેઓ ત્યાં આવી ગયા. એના પૌત્રને માર્યો છે એ જાણીને એમને ગુસ્સો તો આવ્યો હતો પણ એમણે તરત જ ગુસ્સા ઉપર કાબુ મેળવી લીધો. પેલા બંને છોકરાઓ તો હજી પણ જોશમાં જ હતા.

હું બને વચ્ચે રહીને રસ્તો કઢાવી રહ્યો હતો. પેલા દાદાજીએ છોકરાઓને કહ્યું કે, તમારૂ બાઇક અત્યારે જ સર્વિસ સ્ટેશનમાં મૂકી આવો. એવું હોય તો હું મુકાવી દઉ. આ મારૂ કાર્ડ છે. મને ફોન કરજો. હું બધો જ ખર્ચ આપી દઇશ. આમ છતા પેલા બંને છોકરાઓ માનતા ન હતા. પેલા દાદાએ કહ્યું કે, તમે મારા દીકરાને માર્યો તોય હું કાઇ બોલ્યો નથી ને તમે સમજતા નથી, તો પેલા બંનેએ કહ્યું કે કાલે ઉઠીને કોઇ ઘંટભાઇએ પૈસા નથી આપતો. સાલાને હજી મારવો છે. એમાં પેલા દાદા પણ જરાક ગરમ થઇ ગયા.

વાત વધતા પેલા બંને છોકરામાંથી એકે પેલા દાદાનો શર્ટ પકડી લીધો. મેં માંડ પેલા દાદાને છોડાવ્યા. ત્યાં જ દાદા બોલ્યા કે, હવે એક પૈસોય નથી દેવો અને અડધી કલાક અહી જ ઊભા રહેજો, અને દાદાએ એના દીકરાને ફોન કર્યો. પેલા બંને છોકરાઓ પણ એની રાહ જોતા ઊભા રહ્યા.

અડધી કલાકમાં પેલા દાદાનો છોકરો કે જે પેલા નાના છોકરાના પપ્પા હતા એ આવી ગયા. ને બીજી જ મિનિટે બીજા ચાર બાઈકમાં બીજા પાંચ જણા આવી ગયા. આ પાંચ જણા કારીગરો હતા અને શારીરિક રીતે ચુસ્ત હતા. બધાએ મળીને પેલા બંને છોકરાઓને સારો એવો મેથીપાક ચખાડ્યો. ત્યારબાદ એમના બાઈકને પણ પાટા મારીને ઘણું વધારે નુક્શાન કર્યું.

હવે મામલો પૂરો થઇ ગયો હતો. પેલા દાદાએ એના પૌત્રને કહ્યું, ‘ બેટા તું હવે ઘરે જા.’ તો એ બોલ્યો કે દાદા, એકટીવાની ચાવી એ બંને પાસે છે.

પેલા પાંચમાંથી એકે પેલા બંને પાસેથી એકટીવાની ચાવી લીધી અને એમના બાઇકની ચાવી પણ લઇ લીધી. એમાંથી એકે એમનું બાઈક લઇ લીધું અને કહ્યું કે કાલે વધારે માર ખાવો હોય તો આ જગ્યાએ આવીને બાઈક લઇ જજો. એમ કહીને પેલા પાંચેય પેલા બંનેનું બાઈક લઇને ચાલ્યા ગયા.

પેલા નાના છોકરાનાં દાદા અને એના પપ્પા મારો આભાર માનતા ત્યાંથી ચાલ્યા ગયા.

મને અવાજ કરીને બોલાવનાર ભાઇ પેલા નાના છોકરાનાં પપ્પા હતા.

……….

વીણાનો તાર જો ઢીલો બાંધવામાં આવે તો સૂર બેસૂરો બની જાય છે અને તાર જો વધારે પડતો ટાઇટ બાંધવામાં આવે તો સૂર તરડાય જાય છે. ઉપરોક્ત બનાવમાં આવું જ બન્યું હતું.

થોડીવાર બેસીને શરબત લઇને મેં એ ભાઇની રજા લીધી. એ મને મારી બાઈક સુધી મૂકી ગયા. હવે એ ભાઇ ભેગા થાય તો હું એમને ઓળખી જાવ એમ છું.

 

વિચારકોના વિચારો

ભુલ હમેશા માફ કરી શકાય છે, જો તમારી પાસે તેને સ્વીકારવાની હિમત હોય તો – બ્રુસ લી

સ્ત્રીઓની માનહાનિ સાક્ષાત લક્ષ્મી-સરસ્વતીની માનહાની છે – સૂર્યકાન્ત ત્રિપાઠી

અહંકાર, દેખાડો, અભિમાન, નિર્દયતા એ બધા દોલતના સંતાનો છે – માર્ક ટ્વેઇન

કુબેર પણ જો આવક કરતા વધારે ખર્ચ કરે, તો કંગાલ થઇ જાય છે – ચાણક્ય

જેની અન્દર નફરત હોય છે, એ લોકો હારેલા લોકો હોય છે, જેઓ પોતાને જીતેલા હોવાનો દેખાડો કરી રહ્યા હોય છે – પોલો કોએલો

હુ કાઇ અતિ પ્રતિભાશાળી વ્યક્તિ નથી, પણ હુ અધિક જિજ્ઞાસુ છુ અને કોઇપણ સમસ્યાને ઉકેલવામા ઘણો સમય આપુ છુ – આલ્બર્ટ આઇન્સ્ટાઇન

આ દુનિયાની અસલી સમસ્યા એ છે કે મૂર્ખ અને અડિયલ લોકો પોતાના વિશે હમેશા પાક્કા હોય છે કે એ સાચા જ છે, પરંતુ બુદ્ધિમાન લોકો હમેશા એ શંકામા હોય છે કે હુ ગલત / ખોટો તો નથી ને ?

ઇતિહાસની બે સમાન ઘટનાઓ, પણ જુદા પરિણામો

એક સમાન બે ઇતિહાસની ઘટનાઓ કે જેના પરિણામો સાવ જુદા હતા.
એક : સિકંદરે જ્યારે પોરસને કેદ કર્યો ત્યારે સિકંદરે પોરસને પુછ્યુ કે, ‘બોલ તારી સાથે કેવું વર્તન કરવામાં આવે ?’

ત્યારે પોરસે જવાબ આપ્યો હતો કે એક રાજા બીજા રાજા સાથે જેવું વર્તન કરે એવું વર્તન તમારે મારી સાથે કરવું જોઇએ.

સિકંદરે પોરસને કેદમાંથી મુક્ત કર્યો અને એને પોતાના રાજ્યનો પ્રતિનિધી બનાવ્યો.

બીજો બનાવ : મહમદ ઘોરીએ આવી જ રીતે પૃથ્વીરાજ ચૌહાણને કેદ કર્યો અને એણે પણ પૃથ્વીરાજને આવો જ પ્રશ્ન કર્યો કે,

‘મારી પાસે તમારી શું અપેક્ષા છે ?’

પૃથ્વીરાજે પણ પોરસ જેવો જ જવાબ આપેલો. મેં તમને અનેક વખત જવા દીધા છે

તમારે પણ મારી સાથે સન્માનપૂર્વક વર્તવું જોઇએ.

પૃથ્વીરાજની આ માંગ બાદ મહમદઘોરીએ એની આંખો ફોડાવી નાખીને પછી મૃત્યંદંડની સજા કરી હતી.

ઇતિહાસની આ એક સમાન બે ઘટના, પણ જુદા પરિણામો શા માટે ?

આ સવાલનાં જવાબ માટે સિકંદર અને મહમદઘોરીના જીવનનો અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે કે

સિકંદરના શિક્ષક અને માર્ગદર્શક એરીસ્ટોટલ હતા અને કમનસિબે મહમદઘોરીને આવા કોઇ વ્યક્તિની સંગત નહોતી.

તમે કોની સાથે બેસો છો? કોની સાથે સમય વિતાવો છો?

કોઇની સાથે રહ્યા પછી તમારા જીવનમાં શું શું પરિવર્તન આવે છે આ બધું બહું જ મહત્વનું છે.

કોઇ સારી વ્યક્તિની સંગત તમારા જીવનને માનવતાવાદી બનાવી શકે છે.

રમુજી શબ્દસમૂહ

મનોચિકિત્સક : એ વ્યક્તિ કે જે ભારે ફી લઇને તમને એવા સવાલો પૂછે છે, જે તમારી પત્ની તમને એમ જ પૂછતી હોય છે.

દઢતા : એવો ગુણ કે જે આપણામાં હોય તો સત્યાગ્રહ અને બીજામાં હોય તો દુરાગ્રહ.

અધિકારી : એવી વ્યક્તિ કે જે તમારી પહેલા ઓફિસે પહોંચી જાય છે અને તમે વહેલા પહોંચી જાવ તો એ ખૂબ મોડો આવે છે.

નેતા : એ શખ્શ જે પોતાનાં દેશ માટે તમારી જાનની કુરબાની દેવા હંમેશા તૈયાર રહે છે.

પડોશી : એ મહાનુભાવ જે તમારી સમસ્યાઓને તમારા કરતા વધારે સમજે છે.

લગ્ન : એ જાણવાનો ઉપાય કે તમારી પત્નીને કેવો પતિ પસંદ છે.

કોન્ફરન્સ રૂમ : એવી જગ્યા જ્યાં બધા જ બોલે છે, કોઇ સાંભળતુ નથી અને છેવટે બધા અસહમત થાય છે.

શ્રેષ્ઠ પુસ્તક : જેની પ્રશંશા બધા કરે છે પણ વાંચતુ કોઇ નથી.

સરકારી કાર્યાલય : એ સ્થાન જ્યાં તમે તમારા ઘરનાં તણાવોથી મુક્ત થઇને આરામ કરી શકો છો.

કેટલાક મજાકિયા વાક્યો…

હંમેશા એક નિરાશાવાદી પાસેથી પૈસા ઉધાર લો. તે પૈસા પાછા મળવાની આશા નહિ રાખે. – ઓસ્કાર વાઇલ્ડ

ટમેટુ એક Fruit/ફળ છે એ જ્ઞાન/બુદ્ધિમતા છે. તેને FruitSaladમાં ના નખાય એ સમજદારી છે. – માઇલ્સ કિંગ્ટન

જો તમને એવું લાગતું હોય કે કોઇને તમારી ચિંતા નથી, તો બસ તમારી કાર લોનનાં કેટલાક હપ્તા ચૂકવવાનું બંધ કરી દો. – ફ્લિપ વિલ્સન

કેટલાક લોકો જ્યા જાય છે ત્યાં ખુશીઓ લાવે છે. કેટલાક લોકો જ્યારે જાય છે ત્યારે ખુશીઓ આવે છે. – ઓસ્કાર વાઇલ્ડ

ઇમાનદારીથી રોજ આઠ કલાક કામ કરવાથી તમે આખરે બોસ બની શકો છો અને પછી રોજ બાર કલાક કામ કરો છો. – રોબર્ટ ફોસ્ટ

જ્યાં સુધીમાં પુરૂષને એ અહેસાસ થાય કે એના પિતા સાચા હતાં, ત્યાં સુધીમાં એને જે એક બેટો હોય છે તે વિચારતો હોય છે કે એ ગલત છે. – ચાર્લસ વર્ડસવર્થ

એવું નથી કે ભગવાન નથી ! રવિવારે પ્લમ્બરને શોધવાનો પ્રયાસ કરો. – વુડી એલન

મારા લગ્ન પહેલા બાળ ઉછેર વિશે મારી પાસે ૬ સિદ્ધાંત  હતાં. અત્યારે મારે ૬ બાળકો છે અને  સિદ્ધાંત એકપણ નથી. – જોન વિલ્મોટ

શોપિંગ મોલમાં માત્ર બ્રેડ લેવા જ જવું અને માત્ર બ્રેડ લઇને જ બહાર આવવાની સંભાવના ૩ બિલિયનમાં ૧ ની છે. – ઇર્મા બોમ્બેક

બંને પત્નીઓ સાથે મારા નશીબ ખરાબ હતાં. પહેલી મને છોડીને ચાલી ગઇ અને બીજી મને છોડીને જતી નથી. – પેટ્રીક મરે

 

સ્ત્રીઓ વિશે કેટલાક મજાકિયા વાક્યો…

એક સફળ પુરૂષ એ છે જે એની પત્નીની ખર્ચ કરવાની ક્ષમતાથી વધારે કમાઇ શકે. એક સફળ સ્ત્રી એ છે જે એવો પુરૂષ શોધી કાઢે.

– લાના ટર્નર (American Film and Television Actress)

સ્ત્રીઓ ક્યારેય એટલી સફળ નથી થઇ શકતી જેટલો કે એક પુરૂષ, કારણ કે તેની પાસે સલાહ દેવા માટે પત્નીઓ નથી હોતી.

– ડિક વાન ડિકે ( American Actor, Comedian, Writer, Singer, Dancer)

તમે ઘણાં આકર્ષક છોકરાઓ સાથે બેવકૂફ છોકરીઓ જોઇ હશે, પરંતુ ક્યારેય પણ આકર્ષક અને સમજદાર છોકરીઓ સાથે બેવકૂફ છોકરો જોવા મળવો મુશ્કેલ છે.

– એરિકા જોંગ (American Novelist, Poet)

અમેરિકનો મોટી કિતાબો અને પતલી સ્ત્રીઓ ને પસંદ કરે છે.

– રસેલ બેકર (American Writer, Investigative Journalist, Pulitzer Prize Winner)

મેં કેટલીક એટલી બધી દુબળી સ્ત્રીઓ સાથે વ્યાયામ કર્યો છે કે બાજ પણ તેની કાર સુધી તેનો પીછો કરતા હતાં.

– એરમા બોમ્બેક (American Humorist, Newspaper Columnist)

ત્રણ ચીજોને વશમાં કરવાનું મુશ્કેલ છે. મહાસાગરો, મૂર્ખો, અને સ્ત્રીઓ. બની શકે કે આપણે થોડા સમયમાં મહાસાગરો અને મૂર્ખો ઉપર જલ્દીથી કાબૂ કરી શકીએ, સ્ત્રીઓમાં લાંબો સમય લાગશે.

– સ્પીરો ટી. એગન્યુ (American Politician)

મેં જોયુ છે કે જ્યારે પુરૂષ સ્ત્રીને પ્રેમ કરે છે, તે પોતાની જીંદગીનો ખૂબ જ નાનો હિસ્સો આપે છે, પણ જ્યારે સ્ત્રી પ્રેમ કરે છે ત્યારે બધુ જ સમર્પણ કરી દે છે.

– ઓસ્કાર વાઈલ્ડ (Irish Novelist, Essayist)

મહિલાઓ પુરુષો કરતા વધારે બુદ્ધિમાન હોય છે, કારણ કે તે જાણે છે ઓછુ અને સમજે છે વધારે.

– જેમ્સ થર્બર (American Cartoonist, Journalist, Author)

મેં જ્યારે મારી પત્નીને કહ્યું કે હું એક મનોચિકિત્સકને મળુ છું, ત્યારે તેણે મને કહ્યું કે એ પણ એક મનોચિકિત્સક, એક પ્લમ્બર અને બે બારટેન્ડરને મળે છે.

– રોડની ડેંજરફિલ્ડ (American stand-up comedian)