રમુજી શબ્દસમૂહ

મનોચિકિત્સક : એ વ્યક્તિ કે જે ભારે ફી લઇને તમને એવા સવાલો પૂછે છે, જે તમારી પત્ની તમને એમ જ પૂછતી હોય છે.

દઢતા : એવો ગુણ કે જે આપણામાં હોય તો સત્યાગ્રહ અને બીજામાં હોય તો દુરાગ્રહ.

અધિકારી : એવી વ્યક્તિ કે જે તમારી પહેલા ઓફિસે પહોંચી જાય છે અને તમે વહેલા પહોંચી જાવ તો એ ખૂબ મોડો આવે છે.

નેતા : એ શખ્શ જે પોતાનાં દેશ માટે તમારી જાનની કુરબાની દેવા હંમેશા તૈયાર રહે છે.

પડોશી : એ મહાનુભાવ જે તમારી સમસ્યાઓને તમારા કરતા વધારે સમજે છે.

લગ્ન : એ જાણવાનો ઉપાય કે તમારી પત્નીને કેવો પતિ પસંદ છે.

કોન્ફરન્સ રૂમ : એવી જગ્યા જ્યાં બધા જ બોલે છે, કોઇ સાંભળતુ નથી અને છેવટે બધા અસહમત થાય છે.

શ્રેષ્ઠ પુસ્તક : જેની પ્રશંશા બધા કરે છે પણ વાંચતુ કોઇ નથી.

સરકારી કાર્યાલય : એ સ્થાન જ્યાં તમે તમારા ઘરનાં તણાવોથી મુક્ત થઇને આરામ કરી શકો છો.

Advertisements

કેટલાક મજાકિયા વાક્યો…

હંમેશા એક નિરાશાવાદી પાસેથી પૈસા ઉધાર લો. તે પૈસા પાછા મળવાની આશા નહિ રાખે. – ઓસ્કાર વાઇલ્ડ

ટમેટુ એક Fruit/ફળ છે એ જ્ઞાન/બુદ્ધિમતા છે. તેને FruitSaladમાં ના નખાય એ સમજદારી છે. – માઇલ્સ કિંગ્ટન

જો તમને એવું લાગતું હોય કે કોઇને તમારી ચિંતા નથી, તો બસ તમારી કાર લોનનાં કેટલાક હપ્તા ચૂકવવાનું બંધ કરી દો. – ફ્લિપ વિલ્સન

કેટલાક લોકો જ્યા જાય છે ત્યાં ખુશીઓ લાવે છે. કેટલાક લોકો જ્યારે જાય છે ત્યારે ખુશીઓ આવે છે. – ઓસ્કાર વાઇલ્ડ

ઇમાનદારીથી રોજ આઠ કલાક કામ કરવાથી તમે આખરે બોસ બની શકો છો અને પછી રોજ બાર કલાક કામ કરો છો. – રોબર્ટ ફોસ્ટ

જ્યાં સુધીમાં પુરૂષને એ અહેસાસ થાય કે એના પિતા સાચા હતાં, ત્યાં સુધીમાં એને જે એક બેટો હોય છે તે વિચારતો હોય છે કે એ ગલત છે. – ચાર્લસ વર્ડસવર્થ

એવું નથી કે ભગવાન નથી ! રવિવારે પ્લમ્બરને શોધવાનો પ્રયાસ કરો. – વુડી એલન

મારા લગ્ન પહેલા બાળ ઉછેર વિશે મારી પાસે ૬ સિદ્ધાંત  હતાં. અત્યારે મારે ૬ બાળકો છે અને  સિદ્ધાંત એકપણ નથી. – જોન વિલ્મોટ

શોપિંગ મોલમાં માત્ર બ્રેડ લેવા જ જવું અને માત્ર બ્રેડ લઇને જ બહાર આવવાની સંભાવના ૩ બિલિયનમાં ૧ ની છે. – ઇર્મા બોમ્બેક

બંને પત્નીઓ સાથે મારા નશીબ ખરાબ હતાં. પહેલી મને છોડીને ચાલી ગઇ અને બીજી મને છોડીને જતી નથી. – પેટ્રીક મરે

 

સ્ત્રીઓ વિશે કેટલાક મજાકિયા વાક્યો…

એક સફળ પુરૂષ એ છે જે એની પત્નીની ખર્ચ કરવાની ક્ષમતાથી વધારે કમાઇ શકે. એક સફળ સ્ત્રી એ છે જે એવો પુરૂષ શોધી કાઢે.

– લાના ટર્નર (American Film and Television Actress)

સ્ત્રીઓ ક્યારેય એટલી સફળ નથી થઇ શકતી જેટલો કે એક પુરૂષ, કારણ કે તેની પાસે સલાહ દેવા માટે પત્નીઓ નથી હોતી.

– ડિક વાન ડિકે ( American Actor, Comedian, Writer, Singer, Dancer)

તમે ઘણાં આકર્ષક છોકરાઓ સાથે બેવકૂફ છોકરીઓ જોઇ હશે, પરંતુ ક્યારેય પણ આકર્ષક અને સમજદાર છોકરીઓ સાથે બેવકૂફ છોકરો જોવા મળવો મુશ્કેલ છે.

– એરિકા જોંગ (American Novelist, Poet)

અમેરિકનો મોટી કિતાબો અને પતલી સ્ત્રીઓ ને પસંદ કરે છે.

– રસેલ બેકર (American Writer, Investigative Journalist, Pulitzer Prize Winner)

મેં કેટલીક એટલી બધી દુબળી સ્ત્રીઓ સાથે વ્યાયામ કર્યો છે કે બાજ પણ તેની કાર સુધી તેનો પીછો કરતા હતાં.

– એરમા બોમ્બેક (American Humorist, Newspaper Columnist)

ત્રણ ચીજોને વશમાં કરવાનું મુશ્કેલ છે. મહાસાગરો, મૂર્ખો, અને સ્ત્રીઓ. બની શકે કે આપણે થોડા સમયમાં મહાસાગરો અને મૂર્ખો ઉપર જલ્દીથી કાબૂ કરી શકીએ, સ્ત્રીઓમાં લાંબો સમય લાગશે.

– સ્પીરો ટી. એગન્યુ (American Politician)

મેં જોયુ છે કે જ્યારે પુરૂષ સ્ત્રીને પ્રેમ કરે છે, તે પોતાની જીંદગીનો ખૂબ જ નાનો હિસ્સો આપે છે, પણ જ્યારે સ્ત્રી પ્રેમ કરે છે ત્યારે બધુ જ સમર્પણ કરી દે છે.

– ઓસ્કાર વાઈલ્ડ (Irish Novelist, Essayist)

મહિલાઓ પુરુષો કરતા વધારે બુદ્ધિમાન હોય છે, કારણ કે તે જાણે છે ઓછુ અને સમજે છે વધારે.

– જેમ્સ થર્બર (American Cartoonist, Journalist, Author)

મેં જ્યારે મારી પત્નીને કહ્યું કે હું એક મનોચિકિત્સકને મળુ છું, ત્યારે તેણે મને કહ્યું કે એ પણ એક મનોચિકિત્સક, એક પ્લમ્બર અને બે બારટેન્ડરને મળે છે.

– રોડની ડેંજરફિલ્ડ (American stand-up comedian)

 

મજાકિયા વાક્યો…

ક્યારેય કોઇને એ ન પૂછવું કે એ ‘લવમેરેજ’ કરવા ઇચ્છે છે કે ‘એરેન્જમેરેજ’. કેમ કે એ તો એવું પૂછવા જેવું છે કે, ‘તમે આત્મહત્યા કરવા માંગો છો કે કત્લ થવા.’

જરૂરિયાત શોધની ‘જનની’ છે, ગર્લફ્રેન્ડ જરૂરિયાતની ‘જનની’ છે.

જે એમની પત્નીથી ડરે છે એ સ્વર્ગમાં જાય છે, જે નથી ડરતા એમનાં માટે અહીંયા જ સ્વર્ગ છે.

ગરમી અને બેઇજ્જતી જેટલી મહસૂસ કરો એટલી જ વધારે લાગે છે.

જ્યારે એક સ્ત્રી રડે છે ત્યારે તેનાં ૧૦૦ કારણો હોઇ શકે છે, જ્યારે એક પુરૂષ રડે છે ત્યારે તેનું એક જ કારણ હોય છે, ‘સ્ત્રી’.

જીંદગી બદલ જાને મે કભી ભી વક્ત નહિ લગતા. કભી કભી વક્ત બદલ જાને મે પૂરી જીંદગી લગ જાતી હૈ.

જીંદગીમાં ક્યારેય ચાહવાનું મન થાય તો તમારા દુઃખોને પ્યાર કરજો, કેમ કે દુનિયાનો દસ્તુર છે ‘જેને જેટલા ચાહશો એ તમારાથી એટલા જ દૂર રહેશે’.

ક્માલનાં હતાં એ બચપનનાં દિવસો. મેડમ ક્લાસમાં ‘મુર્ગા’ અમને બનાવતી હતી અને પરીક્ષામાં ‘અંડા’ પોતે આપતી હતી.

જીંદગીની સમસ્યાઓ આપણી શરારતો/તોફાનો બંધ કરાવી દે છે, અને લોકો સમજે છે કે આપણે સમજદાર થઇ ગયા છીએ.

સુખી લગ્નજીવનનું રાઝ…

એક દંપતીએ એમનાં લગ્નની ૨૫મી વર્ષગાંઠ મનાવવાનું નક્કિ કર્યુ ત્યારે એક પત્રકાર એમની મુલાકાત લેવા પહોચ્યો.

એ દંપતી એમનાં શાંતિપૂર્ણ અને સુખમય લગ્નજીવન માટે પ્રસિદ્ધ હતું. એમની વચ્ચે ક્યારેય નામમાત્રનો ઝઘડો/બોલાચાલી પણ થઇ ન હતી. લોકો એમનાં આ સુખમય લગ્નજીવનનું રહસ્ય જાણવા માટે ઉત્સુક હતાં.

પત્રકારનાં પુછવા પર પતિએ જણાવ્યુ એ એમનાં જ શબ્દોમાં…

અમે બંને લગ્ન પછી તૂરત જ હનીમુન મનાવવા સિમલા ગયા. ત્યાં અમે પહેલા દિવસે ખૂબ જ ફર્યા. બીજા દિવસે અમે બંનેએ ઘોડેસવારી કરી. મારો ઘોડો સારો અને શાંત હતો, પણ મારી પત્નીનો ઘોડો થોડો નખરાબાજ હતો. એણે દોડતા-દોડતા અચાનક જ મારી પત્નીને પછાડી દીધી. મારી પત્ની ઊભી થઇ ગઇ અને ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું, ‘આ પહેલી વાર છે’, અને ફરીવાર ઘોડા ઉપર સવાર થઇ ગઇ. થોડે દૂર જતાં ઘોડાએ ફરી તેને પછાડી દીધી. મારી પત્ની ફરીવાર ઊભી થઇ ગઇ અને ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું, ‘આ બીજી વાર છે’, અને ફરીવાર ઘોડા ઉપર સવાર થઇ ગઇ. થોડે દૂર જતાં ઘોડાએ ફરી તેને પછાડી દીધી.

મારી પત્ની ફરીવાર ઊભી થઇ ગઇ અને આ વખતે ઘોડાને કાંઇ જ ન કહ્યું. ચુપચાપ એનું પર્સ ખોલ્યુ, પિસ્તોલ કાઢી અને ઘોડાને ગોળી મારી દીધી. ઘોડો ત્યાં જ મરી ગયો.

મને આ જોઇને ખૂબ જ ગુસ્સો આવ્યો અને હું જોરથી મારી પત્ની ઉપર ચિલ્લાયો, ‘આ તે શું કરી નાખ્યું, પાગલ થઇ ગઇ છો?’

મારી પત્નીએ મારી તરફ પ્રેમથી જોયું અને કહ્યું, ‘આ પહેલી વાર છે’.

અને બસ ત્યાર પછી અમારૂ લગ્નજીવન સુખ અને શાંતિથી ચાલી રહ્યું છે.

Groucho Marx / ગ્રુશો માર્ક્સ નાં મજાકિયા વાક્યો…

ગ્રુશો માર્ક્સ અમેરીકાનો ફિલ્મ અને ટેલિવિઝન શો નો કોમેડિયન સ્ટાર હતો. ઇ.સ. ૧૯૨૦ થી ૧૯૩૦નાં સમયમાં તેને કોમેડિનો સ્ટાર માનવામાં આવતો. ઇ.સ. ૧૯૪૭ થી ૧૯૬૧ માં એમનો Y o u Bet Your L i f e નામનો શો ખૂબજ સફળ રહ્યો હતો. તેમનાં કેટલાક મજાકિયા વાક્યો…

વીતી ચૂકેલી કાલ મૃત્યુ પામી ચૂકી છે, આવનારી કાલ હજી આવી નથી. મારી પાસે આ જ દિવસ છે જેમા હું હંમેશા ખુશ રહીશ.

હું તારા જેવી સ્ત્રી / છોકરીની તલાશમાં હતો. તું નહિ, પણ તારા જેવી.

હું ક્યારેય કોઇ ચહેરો ભૂલતો નથી, પણ તમારા મામલામાં મને એક અપવાદ હોવાની ખુશી થશે.

મારી પાસે તમારા માટે કાંઇ જ નથી, બસ સન્માન છે – અને એ પણ કાંઇ વધારે તો નથી જ.

હોસ્પિટલની બેડ એક ઊભી રખાવેલી ટેક્સીની જેમ હોય છે જેનું મીટર તો ચાલતુ જ રહે છે.

હું એવી કોઇપણ કલબમાં જોડાવાનો ઇન્કાર કરૂ છું જે મને સદસ્ય/મેમ્બર બનાવવા માટે તૈયાર થઇ જાય.

બીજાઓની ભૂલોમાથી શીખો. તમે ક્યારેય એટલું લાંબુ નથી જીવવાના કે બધી ભૂલો તમે પોતે જ કરો.

હજારમાંથી માત્ર એક જ પુરૂષોનો લીડર છે – બાકીનાં ૯૯૯ મહિલાઓનો પીછો કરે છે/મહિલાઓની પાછળ હોય છે.

કોઇપણ માણસ પોતાનાં સૌથી સારા દોસ્તની અસફળતા પર પૂરી રીતે દુઃખી નથી થતો.

જો તમને ખુદને પોતાની ઉપર હંસવુ કઠિન લાગતું હોય તો તમારા માટે એવું કરવામાં મને ખુશી થશે.

ગુજરાતી જોક્સ

છગન અને મગન, બંને જૂના મિત્રો વર્ષો પછી મળ્યા.

મગન : ‘નાના હતાં ત્યારે ખૂબ રમાડ્યાં હતાં એ આપનાં ચારેય પુત્ર શું કામધંધો કરે છે?’

છગન: ‘મોટો ડોકટર છે. બીજો એન્જીનિયર છે. એથી નાનો વકીલ છે અને સૌથી નાનાને ગેરેજ છે.’

મગન: ‘તો તો નાનાને ઘર ચલાવવામાં તકલીફ પડતી હશે ?’

છગન: ‘સાચી વાત છે. નાનો બિચારો એનાં ત્રણેય મોટા ભાઇઓનું પૂરૂ કરવામાંથી જ ઊંચો નથી આવતો ને એથી એને ઘર ચલાવવામાં સાચે જ તકલીફ પડે છે.’

ડોકટર છગને મગનને ત્યાં વાળ કપાવીને પૂછ્યું, ‘કેટલા રૂપિયા આપવાનાં?’

મગન વાણંદ: ‘પચાસ રૂપિયા’

ડોકટર છગન: ‘અરે! એટલા રૂપિયા તો હું મારા પેશન્ટ પાસેથી પણ લઇ શકતો નથી.’

મગન વાણંદ: ‘હું આપને સમજી શકું છું, કેમ કે હું ડોકટર હતો ત્યારે હું પણ આટલો ચાર્જ લઇ શકતો ન હતો.’

દસ વર્ષ પહેલા : ‘એન્જીનિયર સાહેબનું ઘર આ શેરીમાં ક્યું છે ?’

‘આ શેરીમાં જે સારામાં સારો બંગલો દેખાય તે જ એન્જીનિયર સાહેબનું ઘર હોય શકે ત્યાં પૂછ્યા વગર તેમાં જ ચાલ્યા જજો.’

દસ વર્ષ પછી : ‘એન્જીનિયર સાહેબનું ઘર આ શેરીમાં ક્યું છે ?’

‘આ શેરીનાં કોઇપણ મકાનમાં ચાલ્યા જજો. દરેકમાં કમ સે કમ એક એન્જીનિયર તો રહે જ છે.’

બિહાર યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થયેલો એક બેકાર યુવાન નોકરી માટે શક્ય એટલા પ્રયત્નો કરી રહ્યો હતો પણ નોકરી મળતી ન હતી. એવામાં એક સરકસમાં હિસાબ રાખવા માટે માણસની જરૂર છે એવી જાહેરાત વાંચીને એ ઇન્ટરવ્યૂ આપવા ત્યાં પહોચી ગયો.

સરકસ મેનેજરે એ યુવાનને કહ્યું, ‘એ જગ્યા તો ભરાઇ ગઇ છે પણ એક જોખમી કામ માટે માણસની જરૂર છે જો તારે નોકરી કરવી જ હોય તો.’

યુવાન : ‘ક્યું કામ ?’

સરકસ મેનેજર: ‘અમારા સરકસમાં કરવામાં આવતો બે સિંહ વચ્ચેની લડાઇનો એક ખેલ ખૂબ લોકપ્રિય છે, પણ હમણાં-હમણાં અમારો એક સિંહ ખૂબ જ બિમાર હોવાથી એ ખેલ થઇ શકાતો નથી અને એથી સરકસ જોવા આવનારાઓની સંખ્યા પણ ઘટી ગઇ છે. હવે જો તું એક સિંહ બનીને એ ખેલ કરવા તૈયાર હો તો એ જગ્યા ખાલી છે. એ માટે તને તાલિમ અને તું અદ્લ સિંહ જ દેખાય એવો કોસ્ચ્યુમ પણ આપવામાં આવશે. તારે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે સામેનાં સાચા સિંહને ખબર ન પડવી જોઇએ કે તું નકલી સિંહ છો. જો એમાં તારાથી ચૂક થઇ ગઇ તો તારી ઉપર જોખમ રહેશે.’

અને એ કામ કરવા માટે એ યુવાન તૈયાર થઇ ગયો અને એ ખેલ પણ કરવા લાગ્યો. એવો ખેલ કે પ્રેક્ષકો તો ઠીક સામેનાં સિંહને પણ ખબર પડતી નહિં. સરકસમાં પહેલાની માફક જ ફરી ભીડ થવા લાગી.

એક વખત એવું બન્યું કે ખેલ દરમિયાન પેલા યુવાને પહેરેલું કોસ્ચ્યુમ સહેજ જ હટી ગયું. પ્રેક્ષકોને તો એની ખબર ન પડી પણ સામે રહેલા સિંહને તેની તરત જ ખબર પડી ગઇ. આ પેલા યુવાનનાં ધ્યાનમાં પણ આવી ગયું. આવનારા જોખમનો વિચાર આવતા જ એ ગભરાઇ ગયો અને તેને પરસેવો વળી ગયો.

ત્યાં જ સામેનો સિંહ બોલ્યો, ‘દોસ્ત, ગભરાઇશમાં. હાલ બીજો અસલી સિંહ પણ બીમાર છે અને હું પણ બિહાર યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ જ છું.’