આ દેશની સમસ્યા અને પીડા શાં છે? – By રજનીશ

રસ્તો અંધકારભર્યો હતો. એક માણસ સળગતુ ફાનસ રાખીને બેઠો હતો. મે પુછ્યુ, કેમ અહીં બેઠો છો?’ પેલા માણસે કહ્યું, ‘મારી પાસે જે ફાનસ છે તે ૩ ફૂટ દૂર સુધી જ પ્રકાસ આપે છે. મારે તો દૂર સામે સુધી જવું છે. એથી અજવાળાની રાહમાં બેઠો છું.’ મેં કહ્યું, ‘ તું ચાલતો તો થા. પ્રકાસ પણ આગળ-આગળ મળતો રહેશે.’

આ દેશની સમસ્યા અને પીડા શાં છે? આપણે વધુ પડતા બુદ્ધિમાન છીએ. બેઠા બેઠા ઘણી બાબતોનો વિચાર કર્યા કરીએ છીએ. આપણે કહીએ છીએ તો ખરા કે ટેકનોલોજીકલ ક્રાંતિ ક્યારે અને કેવી રીતે થઇ શકશે, પણ પછી લાંબી ગણતરીઓ કરવા માંડીએ છીએ અને તેનાથી ડરી જઇએ છીએ. એ કઠણ કામ છોડીને જે આજે થઇ શકે એટલું જ કરીએ છીએ. ધાર્મિક ઝઘડાઓમાં, ભાષાવાર પ્રાંતોની રચનામાં આપણે કર્યું તેમ. આમ વર્તવાથી, કાંઇપણ કર્યા વગર આપણને એમ લાગે છે કે આપણે કશું કરી રહ્યાં છીએ. અને સમય સમયનું કામ કરતો રહે છે.

ના, આ નહિ ચાલે. ટેકનોલોજીકરણનો માર્ગ, ભલે લાંબો લાગે તો પણ તેની શરૂઆત આજે અત્યારે જ કરવી જોઇએ. તો જે બીજા દેશો કરી શક્યાં એ આપણે કરી શકીશું. સંકલ્પની જરૂર છે, શ્રમની જરૂર છે. નહિ તો આપણે રોજ પાછા પડતા જઇશું, જ્યાં છીએ ત્યાંથી પણ પાછા હટતા જઇશું.

થોડાવખત પહેલા મેં એક અહેવાલ વાંચ્યો હતો. તેમા જણાવ્યું હતું કે સમસ્ત વિશ્વમાં જેટલા વૈજ્ઞાનિકો પેદા થયા, તેમાંના નેવુ ટકા ફક્ત પાછલા પચાસ વર્ષોમાં જ થઇ ગયા છે. આ નેવુ ટકામાંથી પણ પચાસ ટકાથી વધુ એકલા અમેરિકામાં છે. એનો એ અર્થ થયો કે સમસ્ત મનુષ્યજાતિનાં ઇતિહાસમાં જેટલો વૈજ્ઞાનિક વિચાર, ચિંતન, પ્રતિભાનો વિકાસ થયો, તેનો પચાસ ટકા હિસ્સો એક જ દેશમાં થયો અને હજી એ પ્રતિભા વધતી જાય છે. એ દેશ થોડા વખતમાં એ જગ્યાએ પહોંચી જશે કે જ્યાં પહોંચતા આપણને ઘણી જ મુશીબત પડે. તેથી આપણે ત્વરા કરવાની જરૂર છે, પરંતુ આપણું ચિંતન જુદા પ્રકારનું છે.

આપણે તો એ ચિંતામાં પડયા છીએ કે સંપતિની વહેંચણી કઇ રીતે કરવી? હડતાલો કેમ પાડવી? ઘેરો કેમ ઘાલવો? યુનિવર્સિટીની પરીક્ષા કેમ આઘીપાછી કરવી? વગેરે કાર્યોમાં પડયા રહીએ છીએ.

એક ગામ મૈસૂરમાં રહે કે મહારાષ્ટ્રમાં, ચંડીગઢ પંજાબમાં રહે કે હરિયાણામાં આવા પાગલપણાની વાતમાં ગૂંચવાયેલા રહીએ છીએ. આપણાં પાગલપણાનો પાર નથી. ચંડીગઢ જ્યાં છે ત્યાં છે, છતાં આપણે નકામા હેરાન થઇએ છીએ.

Jack Ma / जेक मा નાં કેટલાક વાક્યો…

‘હું મારી પોતાની E-Commerce Company બનાવવા માંગતો હતો. ઇ.સ. ૧૯૯૯માં મેં મારા ફ્લેટમાં ૧૮ લોકોને ભેગા કર્યા અને એમની સાથે બે કલાક મારા Vision વિશે વાત કરી. બધાએ એમની મૂડી મારા ટેબલ ઉપર રાખી દીધી અને ‘અલીબાબા’ શરૂ કરવા માટે ૬૦૦૦૦ ડોલર મળી ગયા. મને ખાત્રી હતી કે એ ગ્લોબલ કંપની બનશે અને એટલે જ મે એક સર્વવ્યાપ્ત નામ ‘અલીબાબા’ પસંદ કર્યું.

જેક મા એ શરૂઆતમાં નોકરી માટે ૩૦ જેટલી અરજીઓ કરી હતી અને તેનો અસ્વીકાર થયો હતો.

મારા શહેરમાં જ્યારે KFC આવી ત્યારે તેમા Apply કરનારા ૨૪ જણ હતાં. તેમાંથી ૨૩ Select થયા હતાં અને હું એક જ Select થયો ન હતો.


ક્યારેય હાર ન માનો. આજ મુશ્કેલીઓ છે તો કાલ એથી પણ બદતર હશે, પણ એ પછી ઉજાલા હશે. જ્યાં ફરિયાદો/મુશ્કેલીઓ છે ત્યાં તક પણ છે.

હું મને ખુદને વાઘ પર સવાર એક આંધળો માણસ કહું છું.

જો તમારી પાસે એક લાખ ડોલર છે, તો તમે એક ભાગ્યશાળી વ્યક્તિ છો. જો તમારી પાસે દસ લાખ ડોલર છે તો તમારી ઉપર સંકટ છે, મોટો માથાનો દુઃખાવો છે. નક્કિ તમારે કરવાનું છે.

એક નેતાની અંદર એ ઘીરજ અને દઢ્ઢતા હોવી જોઇએ અને તેને તે સહન કરવામાં સક્ષમ હોવો જોઇએ, જે તેની નીચેના માણસો કે કર્મચારીઓ નથી કરી શકતા.

જ્યારે આપણી પાસે રૂપિયા હોય છે, ત્યારે આપણે ભૂલો શરૂ કરી દઇએ છીએ.

મારા માટે કોઇ ફરક નથી પડતો કે હું નિષ્ફળ ગયો. મેં પ્રયત્ન કર્યો એમાંથી હું શીખ્યો. બીજુ કે જો હું સફળ નથી થતો તો કોઇ બીજુ સફળ થશે.

બીજાની સફળતામાંથી શીખવાને બદલે એની ભૂલોમાંથી શીખો. કારણ કે નિષ્ફળતાનાં કારણો સમાન હોય છે, સફળતાનાં કારણો અલગ-અલગ હોય છે.

જીંદગી ખૂબસૂરત છે. કામ પ્રત્યે એટલા બઘા ગંભીર ન રહો કે જીવનનો આનંદ ના ઉઠાવી શકો.

ચીનમાંથી બહાર નીકળતા પહેલા મને એવું જ બતાવવામાં આવ્યું હતું કે ચીન દુનિયાનો સૌથી વધુ સમૃદ્ધ દેશ છે. જ્યારે હું ઓસ્ટ્રેલિયા પહોચ્યો ત્યારે થયું કે મને જે બતાવવામાં આવ્યું હતું એનાથી બધુ જ અલગ છે. બસ ત્યારથી મેં અલગ ઢંગથી વિચારવાનું શરૂ કરી દીધુ.

બુદ્ધિમાન વ્યક્તિઓનું નેતૃત્વ કરવા માટે કોઇ મૂર્ખ/સનકી વ્યક્તિની જરૂર હોય છે. એની પાસે અલગ વિચારવાની શક્તિ હોય છે.

ક્યારેય કિંમત પર નહિ પણ સેવા/Service પર પ્રતિસ્પર્ધા કરો અને ક્યારેય ૨૦ વર્ષનો Program ૨ વર્ષમાં પૂરો ન કરો.

મજાકિયા વાક્યો…

ક્યારેય કોઇને એ ન પૂછવું કે એ ‘લવમેરેજ’ કરવા ઇચ્છે છે કે ‘એરેન્જમેરેજ’. કેમ કે એ તો એવું પૂછવા જેવું છે કે, ‘તમે આત્મહત્યા કરવા માંગો છો કે કત્લ થવા.’

જરૂરિયાત શોધની ‘જનની’ છે, ગર્લફ્રેન્ડ જરૂરિયાતની ‘જનની’ છે.

જે એમની પત્નીથી ડરે છે એ સ્વર્ગમાં જાય છે, જે નથી ડરતા એમનાં માટે અહીંયા જ સ્વર્ગ છે.

ગરમી અને બેઇજ્જતી જેટલી મહસૂસ કરો એટલી જ વધારે લાગે છે.

જ્યારે એક સ્ત્રી રડે છે ત્યારે તેનાં ૧૦૦ કારણો હોઇ શકે છે, જ્યારે એક પુરૂષ રડે છે ત્યારે તેનું એક જ કારણ હોય છે, ‘સ્ત્રી’.

જીંદગી બદલ જાને મે કભી ભી વક્ત નહિ લગતા. કભી કભી વક્ત બદલ જાને મે પૂરી જીંદગી લગ જાતી હૈ.

જીંદગીમાં ક્યારેય ચાહવાનું મન થાય તો તમારા દુઃખોને પ્યાર કરજો, કેમ કે દુનિયાનો દસ્તુર છે ‘જેને જેટલા ચાહશો એ તમારાથી એટલા જ દૂર રહેશે’.

ક્માલનાં હતાં એ બચપનનાં દિવસો. મેડમ ક્લાસમાં ‘મુર્ગા’ અમને બનાવતી હતી અને પરીક્ષામાં ‘અંડા’ પોતે આપતી હતી.

જીંદગીની સમસ્યાઓ આપણી શરારતો/તોફાનો બંધ કરાવી દે છે, અને લોકો સમજે છે કે આપણે સમજદાર થઇ ગયા છીએ.

जब जटायु का अंतिम साँसे चल रही थी तब…

जब जटायु का अंतिम साँसे चल रही थी तब एक आदमी ने उसे कहा कि जटायु तुम्हे मालुम था कि

तुम रावण से युद्ध कदापि नही जीत सकते तो तुमने उसे ललकारा क्यों ?
तब जटायु ने बहुत अच्छा जवाब दिया था ।

जटायु ने कहा कि मुझे मालुम था कि मैं रावण से युद्ध मे नही जीत सकता पर अगर मैंने उस वक्त रावण से युद्ध नही किया होता तो

भारतवर्ष की आनेवाली पीढ़िया मुझे कायर कहती । कहती की एक भारतीय आर्य नारी का अपहरण जटायु की आँखों के सामने हो रहा था और वो कायरो की भांति बिल मे पडा था। इससे तो मौत ही अच्छा है।

मैं अपने सर पे कायरता का कलंक लेके जीना नहीं चाहता था ईसलिऐ मैंने रावण से युद्ध किया।
ये एक पक्षी के विचार है अगर भारतवर्ष के हर लोग की ऐसी सोच होती तो आज भारत विश्वगुरु होता ।

સુભાષચંદ્ર બોઝનાં વાક્યો…

એક સૈનિકનાં રૂપમાં તમારે હંમેશા ત્રણ આદર્શો ઉપર જીવવુ પડશે. સચ્ચાઇ, કર્તવ્ય અને બલિદાન.

જીવનમાં પ્રગતિ એટલે ?  શંકા કરતા રહો અને તેના સમાધાન માટે પ્રયાસ કરતા રહો.

શ્રદ્ધાની કમી જ બધી તકલીફો અને દુઃખોનું મૂળ છે.

જ્યારે તમારે ઝૂકવુ જ પડે ત્યારે એક વીરની માફક ઝૂકજો.

જીવનની પ્રત્યેક ઘડી પરીક્ષા છે. સ્કૂલની પરીક્ષા તો બે દિવસની છે, પણ જીવનની પરીક્ષા જીવનભર દેતી રહેવી પડશે.

મારામાં જન્મજાત પ્રતિભા તો ન હતી, પરંતુ કઠોર પરિશ્રમથી બચવાની વૃતિ મારામાં ક્યારેય ન હતી.

યાદ રાખજો, સૌથી મોટો અપરાધ અન્યાય સહન કરવો અને ખોટા સાથે સમજોતા કરવામાં છે.

ચરિત્રનિર્માણ અને ચરિત્રશુધ્ધતા વિર્ધાથિઓનું મુખ્ય કર્તવ્ય છે.

જ્યાં મધનો અભાવ હોય ત્યાં ગોળથી મધનો સ્વાદ લઇ લેવો જોઇએ.

કર્મનાં બંધનો ને તોડવાનું ખૂબ જ કઠીન હોય છે.

મને એ ખબર નથી કે સ્વતંત્રાની આ લડાઇમાં કોણ-કોણ જીવીત રહેશે, પણ એ ખબર છે કે આખરે વિજય તો આપણો જ થશે.

સમય પહેલાની પરિપક્વતા સારી નથી હોતી. ચાહે તે વૃક્ષની હોય કે વ્યક્તિની. આગળ જતા તેના ખરાબ પરિણામો ભોગવવા પડે છે.

જ્યારે સંઘર્ષ અને કોઇપણ ભયનો સામનો કરવાનો ના હોય ત્યારે જીવનનો અડધો સ્વાદ સમાપ્ત થઇ જાય છે.

એકવખત એવું બન્યું કે…

એકવખત એવું બન્યું કે… સાવ નાની ઉમર હતી એ સ્કુલનાં દિવસો દરમિયાન એકવખત હું ચાલીને જતો હતો અને રસ્તામાંથી મને દસ રૂપિયા મળ્યાં. મેં લઇ લીધા. હું રાજી-રાજી થઇ ગયો. એમાંથી નાસ્તો કર્યો. મજા આવી ગઇ. બીજે દિવસે મારે એ જ રસ્તે ચાલીને નીકળવાનું હતું. જ્યાંથી દસ રૂપિયા મળ્યા હતાં ત્યાંથી જ નીકળ્યો, જોયું કદાચ આજે પણ મળી જાય, પણ ન જ હોય ને! ખેર! એ બાળપણનાં દિવસો હતાં. વો પલ બીત ગયા. વો ઉમ્ર બીત ગઇ.

હવે હમણાંની વાત…

થોડા દિવસ પહેલા અહીં રાજકોટની ત્રિકોણબાગ-સેલ પેટ્રોલપંપ સામેની SBIમાં મારા પગારનો ચેક નાખવા ગયો. બહાર રોડ/ફૂટપાથ ઉપર મારૂ બાઇક સ્ટેન્ડ કર્યુ અને SBIમાં ચેક જમા કરાવીને બહાર આવી ગયો. બાઇકનું સ્ટેન્ડ ઉતારતો હતો ત્યાં જ નીચે જોયું તો રૂપિયાની એક થપ્પી પડી હતી. મેં તરત જ લઇ લીઘી. ગણ્યા તો પુરા રૂ. ૪૫૦૦ હતાં. મને મજા આવી ગઇ. મેં તરત જ એ રૂપિયા મારા પર્સમાં રાખી લીધા.

રૂપિયા પર્સમાં રાખતા જ મારી તમામ મજા મારી ગઇ. હવે મારૂ મન વિચારોએ ચડી ગયું. થોડીવાર હું ત્યાં જ ઊભો રહી ગયો. ધડાધડ એક પછી એક વિચારો આવવા માંડ્યા. શું પર્સમાં રાખેલા આ રૂપિયામાં મારો કોઇ જાતનો શ્રમ છે?, કોઇએ ધ્યાન ના રાખ્યું હોય અને રૂપિયા પડી ગયાં હોય તો એ એની બેદરકારી છે. એમાં હું શું કરૂ ? મને મળ્યા એ મારા નશીબ છે. ના, ના. હું પોતે પરફેક્શન રાખુ છું છતાં મારાથી પણ ઘણીવાર ક્યાંક મુકાયેલી વસ્તુ મળતી નથી કે ખોવાય જાય છે. મારા રૂપિયા આ રીતે પડી ગયા હોય તો મારી માનસિક સ્થિતી કેવી હોય ? મારાથી આ રખાય ? આ રાખી લઉ તો એ બે-ચાર દિવસમાં વપરાય પણ જશે પણ પછી જો કોઇ અફસોસ ના હોય તો વાંધો નહિ, પણ દિલમાં ડંખ રહી જશે તો હું શું કરીશ ?

હવે હું સ્વસ્થ થયો. નક્કિ કર્યુ કે જેનાં હોય તેને આપી દેવા. કોઇને પૂછાય એમ પણ ન હતું, કેમ કે જેનાં ના હોય તે પણ કદાચ એના છે એમ કહી બેસે. છેવટે મેં રાહ જોવાનું નક્કિ કર્યુ. એકબાજુ મારે ઓફિસે જવાનું મોડુ થતું હતું. બીજી બાજુ હું રાહ જોતો હતો. હું બેંકમાં ગયો. કદાચ કોઇ મળી જાય. પણ એવું કોઇ દેખાયું નહિ. ફરી બહાર આવી ગયો. ૧૦ મિનિટ, ૨૦ મિનિટ રાહ જોઇ. હવે શું કરવું? ઊંડે એક શ્રદ્ધા હતી કે કોઇ તો આવશે જ. મારે મોડુ થતું હતું. મેં વધારે રાહ જોવાનું નક્કિ કર્યુ.

આશરે પોણી કલાક પછી એક માણસ થોડો વ્યગ્ર ચહેરે બેંકમાં ગયો. મને લાગ્યું કે એ જ હશે. હું તેની પાછળ ગયો. એ બેંકનાં આગલા પરિસરમાં કશુંક શોધતો હોય તેવું લાગ્યું. તે ફરી બહાર આવ્યો. રોડ સામેની ચા ની રેંકડી પર પુછતો હતો એનાં ખોવાયેલા રૂપિયા વિશે. ચા વાળાએ ના કહી. મને ખાત્રી થઇ ગઇ કે આ એ જ માણસ છે જેની મને રાહ છે. હું તેની પાસે ગયો અને પુછ્યું, ‘બોલો ભાઇ, શું પ્રોબ્લેમ છે?’ એમણે કહ્યું, ભાઇ, આટલામાં કદાચ મારા રૂપિયા પડી ગયા છે.

ખાત્રી કરીને મેં એમને એમનાં રૂપિયા પરત કર્યાં. એ અને હું બંને ખુશ થઇને ત્યાંથી નીકળી ગયાં.

મને જે વિચારો આવ્યા એ કદાચ બીજાને પણ આવતા હશે. કોઇ એનાં અંતરાત્માનો અવાજ સાંભળતા હશે, તો કોઇ લાલચવશ એ અવાજ દબાવી દેતા હશે. એથી પતન થાય કે પ્રગતિ કે કાંઇ ન થાય એ પોતપોતાનાં વિચારો પર અવલંબે છે.

હું તો એમ સમજુ છું કે, કોઇ મહેનત કે કારણ વગર ઇશ્વરે મને સારા કાર્યમાં નિમિત બનાવ્યો એ બદલ હું એમનો આભારી છું. સામે પક્ષે મને થોડો રંજ પણ રહી ગયો કે મેં થોડીક ક્ષણો માટે પણ વિચારો શાં માટે કર્યા ? આમા વિચારવાનું તો કાંઇ હોય જ નહિ એવી મારી વૈચારિક પવિત્રતા ક્યારે મેળવી શકીશ ?

આ વાત પર એક શક્યતા… સાંજે મારા ૧૮ વર્ષનાં પુત્રને કહ્યું હોય કે મને આ રીતે રૂપિયા મળ્યા છે. જો આ રહ્યાં એ. લે થોડા તું પણ. મોજ કર. તો એ પણ ખુશ થયો હોય.
આ વાત પરની એક હકીકત. એ દિવસે સાંજે જયારે મેં મારા ૧૮ વર્ષનાં પુત્રને આ વાત કરી ત્યારે મને હતું કે એ કહેશે કે, ‘શું પપ્પા તમે પણ !… પણ તેણે મારી વાત સાંભળતા જ મને કહ્યું, ‘એમાં વિચારવાનું શું હોય? એ તો આપી જ દેવાનાં હોય ને.’ હું ખુબ ખુશ થયો. થયું કે, એ નોટીબોય પણ એની મમ્મી જેવો જ છે.

Quote: માર્ક ઓરેલિયસે કહ્યું છે તેમ માણસે પ્રમાણિક બનવું જ જોઇએ, એને પ્રમાણિક રાખવો ના જોઇએ.

સુખી લગ્નજીવનનું રાઝ…

એક દંપતીએ એમનાં લગ્નની ૨૫મી વર્ષગાંઠ મનાવવાનું નક્કિ કર્યુ ત્યારે એક પત્રકાર એમની મુલાકાત લેવા પહોચ્યો.

એ દંપતી એમનાં શાંતિપૂર્ણ અને સુખમય લગ્નજીવન માટે પ્રસિદ્ધ હતું. એમની વચ્ચે ક્યારેય નામમાત્રનો ઝઘડો/બોલાચાલી પણ થઇ ન હતી. લોકો એમનાં આ સુખમય લગ્નજીવનનું રહસ્ય જાણવા માટે ઉત્સુક હતાં.

પત્રકારનાં પુછવા પર પતિએ જણાવ્યુ એ એમનાં જ શબ્દોમાં…

અમે બંને લગ્ન પછી તૂરત જ હનીમુન મનાવવા સિમલા ગયા. ત્યાં અમે પહેલા દિવસે ખૂબ જ ફર્યા. બીજા દિવસે અમે બંનેએ ઘોડેસવારી કરી. મારો ઘોડો સારો અને શાંત હતો, પણ મારી પત્નીનો ઘોડો થોડો નખરાબાજ હતો. એણે દોડતા-દોડતા અચાનક જ મારી પત્નીને પછાડી દીધી. મારી પત્ની ઊભી થઇ ગઇ અને ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું, ‘આ પહેલી વાર છે’, અને ફરીવાર ઘોડા ઉપર સવાર થઇ ગઇ. થોડે દૂર જતાં ઘોડાએ ફરી તેને પછાડી દીધી. મારી પત્ની ફરીવાર ઊભી થઇ ગઇ અને ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું, ‘આ બીજી વાર છે’, અને ફરીવાર ઘોડા ઉપર સવાર થઇ ગઇ. થોડે દૂર જતાં ઘોડાએ ફરી તેને પછાડી દીધી.

મારી પત્ની ફરીવાર ઊભી થઇ ગઇ અને આ વખતે ઘોડાને કાંઇ જ ન કહ્યું. ચુપચાપ એનું પર્સ ખોલ્યુ, પિસ્તોલ કાઢી અને ઘોડાને ગોળી મારી દીધી. ઘોડો ત્યાં જ મરી ગયો.

મને આ જોઇને ખૂબ જ ગુસ્સો આવ્યો અને હું જોરથી મારી પત્ની ઉપર ચિલ્લાયો, ‘આ તે શું કરી નાખ્યું, પાગલ થઇ ગઇ છો?’

મારી પત્નીએ મારી તરફ પ્રેમથી જોયું અને કહ્યું, ‘આ પહેલી વાર છે’.

અને બસ ત્યાર પછી અમારૂ લગ્નજીવન સુખ અને શાંતિથી ચાલી રહ્યું છે.